Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જીતનગર ખાતે પરણાવેલી પરણીતાને ત્રાસ આપનાર પોલીસ પુત્ર પતિ વિરુદ્ધ પત્નિ એ આપી ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા દરબાર રોડ ખાતે રહેતી અને નાંદોદ તાલુકાના જીતનગર ખાતેના પોલીસ હેડ ક્વાર્ટર માં પરણેલી પરણીતાને દહેજ બાબતે ત્રાસ આપતા પતિ વિરુદ્ધ રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થઈ છે.
   પ્રાપ્ત માહિતી અનુસાર મોનાબેન મણીલાલ સોલંકી ની ફરીયાદ મુજબ તેમના લગ્ન જીતનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા પોલીસ પુત્ર રવિન્દ્રભાઇ વિજયભાઇ સોનવણે સાથે થયા બાદ તેમની પાસેથી અઢી લાખ રૂપિયા,ગાડી બાઇક તેમજ રોકડ રકમની પણ માંગણી કરી મારઝુડ કરી ગાળો બોલી તથા ધાક ધમકી આપી શારિરીક અને માનસીક ત્રાસ આપતા આ બાબતે પત્ની મોનાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ રવિન્દ્ર સોનવણે વિરુદ્ધ ફરીયાદ આપતા પોલીસે દહેજ પ્રતિબંધક સહિતની કલમો સાથે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:54 am IST)