Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પોસ્ટ કોવિડ ઇફેક્ટના કારણે આગામી 3 દિવસ સુધી તમામ કાર્યક્રમ રદ

દિવસ દરમ્યાન યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં મુખ્યમંત્રી હાજર નહિ રહે: ભુપેન્દ્રભાઈ સીએમ નિવાસસ્થાને જ રહેશે

અમદાવાદ :  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  કોરોના પોઝિટિવ આવ્યા હતા. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલે રથયાત્રાના પ્રસ્થાન પહેલા પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાને પ્રસ્થાન પણ કરાવ્યું હતું. જો કે આ દરમ્યાન મળતી માહિતી મુજબ પોસ્ટ કોવિડ ઇફેક્ટના કારણે આગામી 3 દિવસ સુધી સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. તેમજ આ દિવસ દરમ્યાન યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં ભૂપેન્દ્ર પટેલ હાજર નહિ રહે. તેમજ સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલ સીએમ નિવાસસ્થાને જ રહેશે.

(12:33 am IST)