Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સુરતના ડાયમંડ બુર્સમાં ૧૫ માળના ૯ ટાવરમાં ૧૩મો માળ નહીં રાખવા નિર્ણય

સુરત,તા.૨: ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનવા જઈ રહ્યુ છે ત્યારે ડાયમંડ બુર્સને લઈને નિર્ણય મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડાયમંડ બુર્સમાં ૧૫ માળના ૯ ટાવરમાં ૪,૫૦૦ જેટલી ઓફિસનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં ૧૩મો માળ ન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હીરા ઉદ્યોગકારો ૧૩મો નંબર અપશુકનિયાળ હોવાનું મનાતા ૧૩મો માળ નહીં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ૧૫ માળના ૯ ટાવરમાં ૬૬ લાખ સ્કવેર ફૂટનું બાંધકામ થયું છે મહત્વનું છે કે ડાયમંડ બુર્સ બની જશે પછી તેમાં રોજના દોઢ લાખથી વધારે લોકો મુલાકાત લેશે તેવો મનાઈ રહ્યું છે બુર્સના મેઈન્ટેન્સ માટે ૨૦૦૦ લોકોથી વધારેનો સ્ટાફ એપોઈન્ટ કરાશે.

સુરત હીરાનું હબ માનવામાં આવે છે તેમજ સુરતમાં મેન્યુફેકચરિંગ સેકટર છે અને મુંબઈમાં તેનું ટ્રેડિંગ હબ છે.સુરતમાં ખજોદ ડ્રિમ સિટી ખાતે બની રહેલા ડાયમંડ બુર્સ પ્રોજેકટમાં ૧૨માં માળ પછી સીધો ૧૪ નંબરનો માળ હશે. એટલે કે, ૧૩મા માળને ૧૪મો માળ ગણવામાં આવશે.

અહીં વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનતા મુંબઈ અને વિદેશના વેપારીઓએ અહીં બુકિંગ કરાવ્યું જેના કારણે હવે એક જ જગ્યાએ રફ ડાયમંડનું ટ્રેડિંગ અને પોલિશ્ડ ડાયમંડનું ટ્રેડિંગ થશે. વિશ્વના ખૂણે ખૂણાથી જયારે બાયર્સ અહીં આવશે, ત્યારે જે MSME સાથે જોડાયેલા જે લોકો મુંબઈમાં ઓફિસ ખરીદી શકતા નહોતા, તેમણે ઓછા ભાવે અહીં ઓફિસો બુકિંગ કરાવી છે. ડાયરેકટ વિદેશી બાયર્સ સાથે કનેકિટવિટી મળશે. જેના કારણે સીધો લાભ વેપારીને થશે.

(3:12 pm IST)