Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સિંહપ્રેમી રમેશ રાવલનું સન્માન

 કેન્દ્રશાસિત પ્રદેશ દિવના રહેવાસી તેમજ સિંહપ્રેમી એવા રમેશ રાવલની 'સાવજનો સાચો સાથીદાર રમેશ રાવલ' શોર્ટ ફિલ્મનું લોન્ચીંગ શહેરના મેયર ડો. પ્રદીપ ડવના હસ્તે કરાયુ હતુ. આ કાર્યક્રમમાં વિશેષ યોગદાન પરશુરામ યુવા સંસ્થાનનો રહ્યો હતો. પિરામીડ પબ્લિકેશનનાં સંચાલક વિપુલભાઇ પરમારે સિંહપ્રેમી રમેશ રાવલને શાલ, 'પગલીનું પાનેતર' પુસ્તક, ચારધામ યાત્રાનો પ્રસાદ આપી સન્માન કરાયુ હતુ. આ સન્માન સમયની તસ્વીરમાં મેયર ડો. પ્રદીપ ડવ, સ્વ. અભયભાઇ ભારદ્વાજના પુત્ર અંશ ભારદ્વાજ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન, સૌરાષ્ટ્ર કચ્છ અને દિવ ઝોનના પ્રમુખ શૈલેષ બારડ, પંકજભાઇ દવે તથા અન્ય મહેમાનો નજરે પડે છે.

(3:13 pm IST)