Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

CBSE ધો. ૧૦નું પરિણામ માટે છાત્રોએ થોડી રાહ જોવી પડશે

મદાવાદ તા. ૨ : સીબીએસસી દ્વારા જાહેર થનાર ધો. ૧૦ના પરિણામ માટે હજુ બે દિવસ રાહ જોવી પડશે.

તાજેતરની સત્તાવાર માહિતી અનુસાર, ૧૦ મા પરિણામ આજે એટલે કે ૦૨ ઓગસ્ટના જાહેર કરવામાં આવશે નહીં. જો કે, બોર્ડ દ્વારા ૧૦મા પરિણામની તારીખ અને સમય ટૂંક સમયમાં જાહેર કરી શકાય છે.

જે વિદ્યાર્થીઓએ CBSE બોર્ડ ૧૦ ની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી તેઓ પરિણામ જાહેર થયા પછી વેબસાઇટ પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકશે. બોર્ડ દ્વારા પરિણામની જાહેરાત કરવાની સાથે જ સત્તાવાર વેબસાઇટ પર લિંક એકિટવ થઇ જશે.જયાં વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર દ્વારા પરિણામ જોઇ શકશે.

કોરોના સંકટ વચ્ચે આ વર્ષે પરીક્ષાઓ લેવામાં આવી ન હતી અને માર્કિંગ ફોર્મ્યુલાના આધારે પરિણામો તૈયાર કરવામાં આવ્યા છે.

(4:40 pm IST)