Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળે મારામારીના બનાવમાં પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

ખેડા: જિલ્લામાં બે અલગ અલગ સ્થળે મારામારીના બનાવો બન્યા હતા.જેમાં ગળતેશ્વર તાલુકાના અંઘાડીમાં ઝાડ કાપવા અંગે અને નડિયાદ તાલુકાના નરસંડામાં આવેલ ગણેશ હાઉસિંગ સોસાયટીમાં વધેલો ખોરાક નાખવા અંગે ઝઘડો થયો હતો.

મળતી વિગતો અનુસાર અંઘાડી કસ્બામાં રહેતા અરવિંદભાઇ અને નરેન્દ્રભાઇ તેમના પોતાના ઘોડાવાળા ખેતરમાં બાવળના ઝાડ કાપતા હતા.તે સમયે મિતેશકુમાર પરમારે આવીને કહેલ કે  આ બાવળના ઝાડ કેમ કાપો છો, તેમ કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા.વળી મિતેશકુમારનુ ઉપરાણુ લઇ નટુભાઇ અને વિઠ્ઠલભાઇ આવી અરવિંદભાઇ અને નરેન્દ્રભાઇને ગમે તેમ ગાળો બોલી લાકડાની ઝાપોટ મારી હતી.એટલાથી ન અટકતા ત્રણેય વ્યક્તિઓએ જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.આ બનાવ અંગે અરવિંદભાઇ પૂનમભાઇ પરમારે સેવાલિયા પોલીસ મથકે મિતેશકુમાર વિઠ્ઠલભાઇ પરમાર,નટુભાઇ સાલમભાઇ પરમાર અને વિઠ્ઠલભાઇ સાલમભાઇ પરમાર વિરુધ્ધ ફરિયાદ નોંઘાવી છે.

જ્યારે સામાપક્ષે વિઠ્ઠલભાઇ સાલમભાઇ પરમારે  અરવિંદભાઇ પૂનમભાઇ પરમાર અને નરેન્દ્રભાઇ અરવિંદભાઇ પરમાર વિરુઘ્ઘ ફરિયાદ નોંધાવી છે. નડિયાદ તાલુકાના નરસંડા ગણેશ હાઉસિંગ સોસાયટીમાં રહેતા પલ્લીકાબેન જીગ્નેશભાઇ સાથે પ્રેમલગ્ન કર્યા છે.જેના કારણે તેમના મોટી મમ્મી ઉર્મિલાબેન પરમાર અવાર નવાર બોલાચાલી કરી ઝઘડો કરતા હતા.ગત તા.૨૯ જૂલાઇના રોજ પલ્લિકાબેન વઘેલો ખોરાક નાખવા જતા હતા તે સમયે ઉર્મિલાબેન ગમે તેમ ગાળો બોલી કહેલ કે અહીયા ગંદકી કેમ કરો છો,જેથી પલ્લિકાબેને કહેલ કે ગાય આવશે એટલે ખોરાક ખાઇ લેશે,જેથી ગંદકી થશે નહી તેમ કહેતા તેઓ ઉશ્કેરાઇ જઇ પલ્લિકાબેનને પેટમાં લાત મારી હતી.એટલાથી ન અટકતા તેઓએ જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.આ બનાવ અંગે પલ્લીકાબેન જીગ્નેશભાઇ પરમારે ચકલાસી પોલીસ મથકે  ઉર્મિલાબેન મનુભાઇ પરમાર વિરુઘ્ઘ ફરિયાદ નોંઘાવી છે.

(5:03 pm IST)