Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સુરતના ઓલપાડમાં ધોળા દિવસે સ્ટોરના જિલ્લામાંથી 50 હજારથી વધુની રકમ તફડાવી યુવક રફુચક્કર

સુરત: શહેરનાઓલપાડના કુડસદ ગામે આવેલ ઉમિયા કોમ્પ્લેક્ષના દેવનારાયન સુપર સ્ટોરમાં ચોરીની ઘટના બની હતી.ધોળા દિવસે સ્ટોરના ગલ્લામાંથી 50 હજારથી વધુની કેસ લઈ યુવક ફરાર થઈ ગયો હતો. આ અંગે કીમ પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ શરૂ કરી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર ઓલપાડના કુદસદ ગામે આજે ધોળા દિવસે ચોરીની ઘટના બનવા પામી હતી.ઉમિયા કોમ્પલેક્ષમાં આજે સવારે દેવનારાયન સુપર સ્ટોરમાં એક યુવક રોકડા 50 હજાર ગલ્લામાંથી લઈને નાસી છૂટ્યો હતો. દુકાનદાર કોઈ કામ માટે દુકાનના પાછળમાં ભાગમાં ગયો હોતો તે સમયે યુવાને દુકાનમાં ઘુસી જઈ ચોરી કરી હતી.જો કે યુવાનની ચોરીની ઘટના દુકાનમાં લાગેલ સી.સી.ટીવી કેમેરા માં કેદ થઇ ગઇ હતી. યુવક સ્ટોરના ગલ્લામાંથી 50 હજારથી વધુની કેસ તફડાવી ફરાર થઈ ગયો હતો. આ અંગે કીમ પોલિસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

(5:09 pm IST)