Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સુરત: શહેરનાપાલના વાસુ રેસીડન્સી નજીક વીસ દિવસ અગાઉ ત્રાટકેલા સ્નેચરો પગપાળા જઇ રહેલી ગૃહિણીને નિશાન બનાવી રૂ. 40 હજારની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા.

પાલ સિલીકોન લક્ઝરીયા નજીક વાસુ રેસીડન્સીમાં રહેતા અને ઘર નજીક સિધ્ધગીરી રેસીડન્સીમાં ટેલરીંગ સામાનની દુકાન ધરાવતા પ્રવિણ સાગરમલ કોઠારીની પત્ની નીનાબેન (ઉ.વ. 50) વીસેક દિવસ અગાઉ બપોરના અરસામાં પતિને મદદરૂપ થવા દુકાને ગયા હતા. જયાંથી સાંજના 5 વાગ્યાના અરસામાં બિમાર સસરાને દવા પીવડાવાની હોવાથી તેઓ પગપાળા ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન ઘર નજીક પાછળથી બાઇક પર બે સ્નેચરો ઘસી આવ્યા હતા. જે પૈકી પાછળ બેસેલા સ્નેચરે નીનાબેનના ગળામાંથી રૂ. 40 હજાર કિંમતની સોનાની ચેઇન આંચકી થ્રી સેવન્ટી કીચન નામની હોટલ તરફ બાઇક પુર ઝડપે હંકારીને ભાગી ગયા હતા. જે તે વખતે સસરા બિમાર હોવાથી અને ત્યાર બાદ પરિવાર સાથે બહારગામ ગયા હોવાથી ફરીયાદ નોંધાવી હતી. પરંતુ ગત રોજ નીનાબેને બાઇક સવાર સ્નેચરો વિરૂધ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

(5:11 pm IST)