Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

દુબઈમાં નોકરી અપાવવાના બહાને મહિલા સાથે 14.34 લાખની ઓનલાઇન છેતરપિંડી

વડોદરાની મહિલા સાથે અબુધાબીમાં શિક્ષકની નોકરી અપાવવાના બહાને ગઠિયાઓએ 14.34 લાખની છેતરપિંડી કરી

વડોદરાની મહિલા સાથે અબુધાબીમાં શિક્ષકની નોકરી અપાવવાના બહાને ગઠિયાઓએ મહિલા સાથે 14.34 લાખની છેતરપિંડી કરી છે. આ લોકોએ જરુરિયાત લોકોને નોકરી અપાવવાના બહાને અખબારોમાં જાહેરાત પણ આપી હતી. આ અંગે સાઈબર ક્રાઈમે આ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી 13 શખસો વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ભેજાબાજોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

 

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ધનલક્ષ્મી સોસાયટીમાં શ્રીનિવાસ ઐયર પરિવાર સાથે રહે છે અને અલકાપુરી સ્થિત એલ.આઈ.સી. ઓફીસ ખાતે વહીવટી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. જો કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી શિક્ષકની નોકરી મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા. દરમિયાન 2019માં અખબારમાં માશરેક ઇન્ટરનેશનલ સ્કૂલ અબુધાબી ખાતે શિક્ષકની જરૂરિયાત છે તેવી જાહેરાત તેઓએ જાહેરાત વાંચી હતી. આ જાહેરાત વાંચ્યા બાદ શિક્ષકની નોકરી વાંચ્છુક શ્રીનિવાસ ઐયરની પત્નીએ જાહેરાતમાં આપેલા ફોન નંબરો ઉપર ઓનલાઈન સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ ભેજાબાજોએ મેડિકલ ફિટનેસ, વિઝા અને રિક્વાયરમેન્ટ જેવા અલગ-અલગ બહાના દર્શાવી ટુકડે ટુકડે 14,34,735 રૂપિયા ઓનલાઇન પડાવી લીધા હતા.

જો કે, તેઓએ તેમની રકમ પાછી આપવા માટે ગઠિયાઓને જણાવ્યું હતું પરતું તેઓએ તેમની રકમ પાછી ન આપી હતી. આ અંગે મહિલાના પતિ શ્રીનિવાસ ઐયરે સાઇબર ક્રાઇમમાં ભેજાબાજ ટોળકીના 13 સાગરીતો સામે ફરિયાદ નોંધાવી હતી.સાઇબર ક્રાઇમે ફરિયાદીના આધારે 13 સાગરીતો સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. વે છે. આમ છતાં, લોકો ઓન લાઇન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.

(7:17 pm IST)