Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

રાજપીપળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ મા અભયમ ટીમે મહિલાઓને લગતી વિસ્તૃત જાણકારી આપી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : સોમવારે રાજપીપળા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ રાજપીપલા દ્વારા અભયમ સેવાઓ ની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી સાથે સાથે લોકોની જાગૃતિ માટે પેમ્પ્લેટ અને સ્ટીકરોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
 અભયમ રાજપીપલા તરફથી ઉપસ્થિત મહિલાઓ ને રાજ્ય સરકારની મહિલાઓ માટે કાર્યરત હેલ્પલાઇન ની જરૂરિયાત અને સંકટ સમયે લાભ લેવા સમજ આપવામાં આવી હતી જેમાં મહિલાઓ પર થતા શારીરિક, માનસિક અને જાતીય સતામણી ના કિસ્સાઓ મા 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરતા તાત્કાલિક રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી મદદ અને બચાવ કરે છે પરિવાર ના વિખવાદો મા અસરકારક કાઉન્સેલિંગ દ્વારા સમાધાન કરાવવામાં આવે છે આ ઉપરાંત ગંભીર પ્રકાર અને હિંસાના કેસોમા પોલીસ, નારી સંરક્ષણ ગૃહ, આશ્રય ગૃહ ની પણ મદદ અપાવવામાં આવી રહી છે પોતાના સ્માર્ટ મોબાઈલ મા અભયમ એપ્સ ડાઉન્લોઅડ કરવાથી અભયમ સેવાઓ તાત્કાલિક મળે છે એ બાબતની અત્યંત જરૂરી માહિતી આ કાર્યક્રમ ના માધ્યમથી આપવામાં આવી હતી.

(10:48 pm IST)