Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

નર્મદા જિલ્લામાં પ્રવાસે આવતા પહેલા સાવધાન : વડોદરાથી ઝરવાણી ધોધ જોવા આવેલા પ્રવાસીઓની કારમાં મુકેલા થેલામાંથી 2.49 લાખના સામાનની ચોરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ ચોમાસા દરમ્યાન કુદરતી સૌંદર્ય અને ધોધ સહિતની જોવાલાયક જગ્યાઓ પર હાલમાં પ્રવાસીઓની ભારે ભોડ જોવા મળે છે જેમાં ખાસ કરીને શનિ,રવિવારની રજમાં આ ભીડ બમણી થતી હોય ત્યારે તસ્કરો પણ મોકો જોઈ પોતાની હાથ સફાઈ કરતા નજરે પડે છે.જેમાં રવિવારે વડોદરાથી નર્મદા જિલ્લાના પ્રવાસે આવેલા અત્રીભાઈ જીતેંદ્રભાઈ વ્યાસ(રહે. સહજાનંદ સોસાયટી હરણી વારસીયા રોડ, વડોદરા)  નાઓ ઝરવાણી ધોધ જોવા માટે રોડની બાજુમાં તેઓની કાર મૂકી હતી જેમાં મુકેલ બે થેલા તથા ખભે ભરાવવાનું પાકીટમાં ૧૨૦૦૦  રોકડા અને સાહેદ રાજેશ્રીબેન શૈલેષભાઈ સોનીનો કાળા કલરનો થેલો હતો જેમાં હાથે પહેરવાના સોનાના બે પાટલા આશરે ૦૫ તોલાના જેની કિ.રૂ ૦૨,૦૦,૦૦૦ તથા પંકજભાઈ અમૃતલાલ ટેલર ની કાર માં એક પર્સમાં  આઈફોન જેની કિ.રૂ આશરે ૩૫,૦૦૦  નો તથા રોકડ રૂ ૨૦૦૦ મુકેલા હોય આ તમામના મળી કુલ રૂપીયા ૦૨,૪૯,૦૦૦ નો સામાન ગાડીના કાચ તોડી કોઈ ચોર ચોરી કરી લઈ જતા ગરુડેશ્વર પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:53 pm IST)