Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

રાજપીપળા પો.સ્ટે.ના પો.કો.ને માંડણ પાસેથી રૂપિયા ભરેલું પાકીટ મળતા માલિકને પરત આપી પ્રામાણિકતા બતાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ચંપકભાઈ, પો.કો.સુરેશભાઈ અને બમનજીભાઈ બંદોબસ્ત માટે જતા હતા ત્યારે નાંદોદ તાલુકામાં આવેલા માંડણ ગામ નજીકના માર્ગ ઉપર એક પાકીટ મળી આવતા તેને ખોલી ને જોયું તો અંદર રોકડા રૂપિયા 2130 તેમજ અલગ અલગ બેન્કના કાર્ડ નંગ.08 મળી આવતા પાકીટ મલિક ડેનિષભાઈ મહાદેવ ભાઈ ડાભી (રહે.વડોદરા ) નાઓનો સંપર્ક કરી તેમને પ્રામાણિકતાથી પાકીટ પરત આપતા ડેનિષભાઈએ નર્મદા પોલીસની પ્રામાણિકતા બિરાદાવી પાકીટ પરત આપનાર પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.
 

(10:59 pm IST)