Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

પલસાણાના તાતીથૈયા ગામે એસબીઆઇનું ATM મશીનમાંથી રૂ. 29.28 લાખની ચોરી

તસ્કરો એટીએમ મશીન ગેસ કટરથી તોડી અંદરથી રૂ. 29.28 લાખની ચોરી કરી ફરાર

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલ ભારતીય સ્ટેટ બેન્કના એટીએમ મશીનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો એટીએમ મશીન ગેસ કટરથી તોડી અંદરથી રૂ. 29.28 લાખની ચોરી કરી ગયા હતા. એટલું જ નહીં પરંતુ સીસીટીવી કેમેરા, એ.સી.તેમજ એટીએમ મશીન પર જ્વલનશીલ પદાર્થ નાખી બાળી નાખ્યા હતા. ઘટના અંગે એટીએમ મશીન ની દેખરેખ રાખતી એજન્સીના સુપવાઇઝરે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે

આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથક વિસ્તારમાં આવેલા તાતીથૈયા ગામે ગત 30 મી જુલાઈ થી 31મી જુલાઈ દરમ્યાન ભારતીય સ્ટેટ બેન્કના એટીએમ મશીનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ રોકડ લોડિંગ કરવાની જગ્યાએ ગેસ કટરથી કાપ મૂકી 4 કેસેટ અને તેમાં મુકેલ 29.28 લાખની ચોરી કરી ગયા હતા. ચોરી થયેલી નોટ 500 ના દર ની હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે જ્યાં એટીએમ મશીન, સીસીટીવી કેમેરા અને એ.સી.પર કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી તેને બાળી નાખવામાં આવ્યા હતા. ઘટના અંગે બાદમાં એટીએમ મશીનનું સંચાલન એજન્સીના કર્મચારી ધવલ દિનેશ ચૌહાણે ઉપરી ઓફીસમાં જાણ કરી હતી. ધવલ ચૌહાણ એ અંગે કડોદરા પોલીસ ને જાણ કરતા કડોદરા પોલીસ દોડતી થઈ છે કડોદરા પોલીસે તપાસ શરૂ કરી છે આ લખાય રહ્યું છે ત્યાં સુધી હજુ પોલીસ ફરીયાદ નોંધાય નથી

(11:56 pm IST)