Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં સહકાર પેનલનો દબદબો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી જિલ્લાના તમામ તાલુકા મથકે યોજાઈ હતી તેમાં જિલ્લાના 2295 શિક્ષકોએ મતદાન કર્યું હતું. ચૂંટણીમાં એકતા પેનલ અને સહકાર પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો જેમાં એકતા પેનલના પ્રમુખ પદના ઉમેદવાર ભરતભાઇ પટેલ સામે સહકાર પેનલના પ્રમુખ પદના ઉમેદવાર સુરેશભાઈ ભગત 436 વોટની લીડ મેળવી ભારે બહુમતીથી વિજેતા થયા હતા.
સહકાર પેનલના મહામંત્રી પદના ઉમેદવાર ફતેસિંગભાઈ વસાવા 456 મતની લીડથી રમણભાઈ ચૌધરી સામે વિજેતા બન્યા છે.જ્યારે સહકાર પેનલના ખજાનચી ભાઈલાલભાઈ બારીયા 285 મતની લીડથી શિવનાથ ભાઈ સામે  વિજેતા થયા છે. સહકાર પેનલનું વાવાઝોડું એકતા પેનલ પર ફરી વળ્યું હતું. અને એકતા પેનલનો કચ્ચરઘાણ વળી ગયો હતો જિલ્લામાં સહકાર પેનલનો દબદબો જળવાઈ રહ્યો છે.

(10:53 pm IST)