Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ગુજરાતમાં ગ્રૂપ લેન્‍ડમાર્ક ફોક્‍સવેગન ડીલરશીપ્‍સે વર્ટસની ડિલિવરી માટે ‘ઈન્‍ડિયા બુક ઓફ રેકોર્ડ્‍સ' અને ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્‍સ'માં સ્‍થાન મેળવ્‍યું

ડિલિવરીના પ્રથમ દિવસે કંપનીએ સમગ્ર ગુજરાતમાં સેડાનના ૧૬૫ યુનીટોની ડિલિવરી કરી હતી અને આ રીતે તેનું નામ ઇતિહાસની બુકમાં નોંધાયું છે

મુંબઇ, તા.૨: ગુજરાતમાં ગ્રૂપ લેન્‍ડમાર્કની ફોક્‍સવેગન ડીલરશીપ્‍સે ભારત અને એશિયામાં ઈતિહાસ રચ્‍યો છે. ‘ડીલર દ્વારા એક જ દિવસમાં વેચવામાં આવેલા મહત્તમ સિંગલ મોડલ ફોક્‍સવેગન વાહનો માટે કંપનીનું નામ ઈન્‍ડિયા બુક ઓફ રેકોર્ડ્‍સ (IBR) અને એશિયા બુક ઓફ રેકોર્ડ્‍સ (ABR) માં નોંધાયું છે. અહીં યોજાયેલા એક સમારોહમાં IBR અને ABRના અધિકારીયોએ ગ્રુપ લેન્‍ડમાર્કના મેનેજિંગ ડિરેક્‍ટર ગરિમા મિશ્રાને આ રેકોર્ડ માટે પ્રમાણપત્રો આપ્‍યાં હતા અને કંપનીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

ગ્રુપ લેન્‍ડમાર્કની ફોક્‍સવેગન ડીલરશીપ્‍સ દ્વારા ગયા મહિને સમગ્ર ભારતમાં નવી ફોક્‍સવેગન વર્ટસ ની ડિલિવરી શરૂ કરવામાં આવી હતી. ડિલિવરીના પ્રથમ દિવસે કંપનીએ સમગ્ર ગુજરાતમાં સેડાનના ૧૬૫ યુનીટોની ડિલિવરી કરી હતી અને આ રીતે તેનું નામ ઇતિહાસની બુકમાં નોંધાયું છે. ભારતમાં બનેલી ફોક્‍સવેગન વર્ટસ સેડાન MQB A0 IN પ્‍લેટફોર્મ પર આધારિત છે અને તે ૯૫% સુધી સ્‍થાનિકરણ સાથે તૈયાર કરવામાં આવી છે.

આ શાનદાર અને ભવ્‍ય સિદ્ધિ અંગે ગ્રૂપ લેન્‍ડમાર્કના ચેરમેન અને સ્‍થાપક સંજય ઠક્કરે જણાવ્‍યું હતું કે, ‘અમે ઈન્‍ડિયા બુક ઓફ રેકોર્ડ્‍સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્‍સ તરફથી આ સન્‍માન પ્રાપ્ત કરીને ખૂબ જ પ્રસન્ન અને રોમાંચિત છીએ. આ નવો રેકોર્ડ એ માત્ર ગ્રૂપ લેન્‍ડમાર્કના વિસ્‍તૃત નેટવર્કનો જ નહીં પણ આનંદદાયક ગ્રાહક બ્રાન્‍ડના વચનોનો અનુભવ કરે છે અને તેનું વિતરણ કરવા માટે પ્રતિબધ્‍ધ છે, તેનું પ્રમાણપત્ર છે. આ સિદ્ધિ નવી ફોક્‍સવેગન સેડાનને ગેટ ગોથી પ્રાપ્ત થયેલી ઉચ્‍ચસ્‍તરીય માંગને દર્શાવવા માટે પણ કામ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ, અમારા ગ્રાહકો ખાતરી કરી શકે છે કે ગ્રૂપ લેન્‍ડમાર્ક તેમની કાર-ખરીદીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પ્રીમિયર વન-સ્‍ટોપ ડેસ્‍ટિનેશન તરીકે કાર્યરત રહેશે.

(4:05 pm IST)