Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ખરીફ વાવણી ૮૧ ટકાએ પહોંચી

રાજકોટ જિલ્લામાં મગફળીનું ૨૪૨૭૦૦ અને કપાસનું ૨૩૩૪૦૦ હેકટરમાં વાવેતર : મગફળી કરતા કપાસનું વાવેતર દોઢાથી વધુ : ટકાવારીની દૃષ્‍ટિએ સોયાબીન (૧૩૩.૭૩ ટકા) સૌથી આગળ

રાજકોટ તા. ૨ : રાજ્‍યમાં ખરીફ વાવેતરની દૃષ્‍ટિએ જુલાઇ મહિનો નિર્ણાયક રહ્યો છે. ગઇકાલ સાંજ સુધીની સ્‍થિતિએ નોર્મલ વાવેતર વિસ્‍તારની સામે રાજ્‍યમાં ૮૧.૩૮ ટકા વાવેતર થઇ ગયું છે. ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં ૭૦૬૭૦૫૪ હેકટરમાં વાવેતર થયેલ ત્‍યાં આ વખતે ૭૦૨૪૭૯૧ હેકટરમાં થયું છે. મોટાભાગે મગફળી અને કપાસનું વાવેતર થયું છે. ટકાવારીની દૃષ્‍ટિએ ૧૩૩.૭૩ ટકા સાથે સોયાબીન સૌથી આગળ છે. કુલ ૨૧૧૨૫૫ હેકટરમાં વાવેતર થયું છે. આ પાકનો વાવેતર વિસ્‍તાર ૨૧૯૯૪૨ ગણાય છે.

રાજ્‍યમાં ખાસ કરીને સૌરાષ્‍ટ્રમાં મગફળી - કપાસનું સૌથી વધુ વાવેતર છે. સમગ્ર રાજ્‍યની રીતે જોતા અત્‍યાર સુધીમાં ૧૬૭૨૪૦૧ હેકટરમાં (૯૦.૭૬%) મગફળીની વાવણી થઇ છે. કપાસના બીજ ૨૫૦૪૩૯૦ હેકટરમાં વાવવામાં આવ્‍યા છે. તે વાવેતર વિસ્‍તારની દૃષ્‍ટિએ ૧૦૪.૩૩% થાય છે. ઉપરાંત ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, મઠ, અડદ, દિવેલા, ગુવારસીડ, શાકભાજી, ઘાસચારો વગેરે વાવવામાં આવેલ છે. કેટલાક વિસ્‍તારોમાં હજુ વાવણી ચાલે છે.(૨૧.૩૯)

વાવણીનું ચિત્ર

પાકનો પ્રકાર   ટકા

ધાન્‍ય         ૮૫.૦૬

કઠોળ          ૭૩.૭૯

તેલીબિયા     ૭૪.૧૭

અન્‍ય પાકો    ૮૬.૦૨

રાજ્‍યમાં કુલ  ૮૧.૩૮

(3:34 pm IST)