Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રાજ્‍યમાં વરસાદી સિસ્‍ટમ સક્રિય ન હોવાથી પાંચ દિવસ છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવનાઃ હવામાન વિભાગની આગાહી

રાજ્‍યમાં સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ નોંધાયોઃ સૌથી ઓછો દાહોદના લીમખેડામાં 4.5 ઇંચ

અમદાવાદઃ હાલ રાજ્‍યમાં પાંચ દિવસ છૂટોછવાયો વરસાદ પડવાની શક્‍યતા છે. વરસાદી સિસ્‍ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની કોઇ આગાહી પાંચ દિવમસાં નથી તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. રાજ્‍યમાં જુલાઇ મહિનામાં સિઝનનો 70 ટકા વરસાદ પડી ગયો છે. હજુ ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બર મહિનો બાકી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં ગુજરાતમાં કેવો રહેશે વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ છૂટોછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા 41 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદની હાલ કોઈ આગાહી નથી. ત્યારે રાજ્યમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ હાલ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય નથી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માટે જુલાઈ મહિનામાં ભારે પડ્યો હતો. રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો, જેણા કારણે 70 ટકા સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તે પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાય ગયા છે. જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 41 ટકા વધુ નોંધાયો છે.

રાજ્યમાં જુલાઇ મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. 50 વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઇ મહિનામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં 117, દક્ષિણ ગુજરાતમાં 82 અને સૌરાષ્ટ્રમાં 62 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ 57 ટકા વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં સરેરાશ સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો છે. 86 તાલુકામાં 20થી 40 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યરે રાજ્યના 31 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ ચોપડે નોંધાયો છે. અત્યાર સુધી દાહોદના લીમખેડામાં સૌથી ઓછો 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

(4:47 pm IST)