Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સાણંદની નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મહાન વૈજ્ઞાનિક પ્રફુલચંદ્ર રાયની જન્મ જયંતી ઉજવાઈ કરાઇ

મહાન રસાયણશાસ્ત્રીના જન્મ દિવસ પ્રસંગે વિદ્યાર્થીઓએ જીવનચરિત્ર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સાણંદ  કાણેટી રોડ પર આવેલી નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મહાન રસાયણશાસ્ત્રી, શિક્ષક,રાષ્ટ્રપ્રેમી આચાર્ય પ્રફુલચંદ્રનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો‌ હતો. મહાન રસાયણશાસ્ત્રીના જન્મ દિવસ પ્રસંગે વિદ્યાર્થીઓએ તેમના જીવનચરિત્ર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. તેમને વિજ્ઞાનક્ષત્રે આપેલ યોગદાન અને રસાયણશાસ્ત્રમાં મેળવેલ ખ્યાતી વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી હતી. તથા વિદ્યાર્થીઓને PPT દ્વારા પણ મહાન વૈજ્ઞાનિક પ્રફુલચંદ્ર વિશે માહિતી આપી હતી. સંસ્થાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા અને પ્રધાનાચાર્ય ડૉ. મનીષભાઈએ આચાર્ય પ્રફુલચંદ્રને નમન અને વંદન કર્યા હતા. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(6:54 pm IST)