Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

હવે ગરબા રમવા પણ ટેક્ષ ભરવો પડશે ? : સિઝન પાસ પર 18% GST લાદવામાં આવતા કોંગ્રેસનો અનોખો વિરોધ

ગરબાના પાસ ઉપર લગાડવામાં આવેલ GSTને લઈ કોંગ્રેસ અને AAP મેદાને : વડોદરા કચેરી જઈ સરકારી નીતિનો ગરબા ગાઈને વિરોધ નોંધાવ્યો

વડોદરા તા.02 :નવરાત્રિમાં ગરબાનાં સિઝન પાસ પર 18 % GST લાદવામાં આવ્યો છે. જેને લઈ ખેલૈયાઓમાં ભારે નારાજગી છે. જો કે, ડેઈલિ પાસમાં ટેક્ષ  નૈ દેવું પડે. ત્યારે આ મામલે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને આવી છે. અને કોંગ્રેસનાં કાર્યકરોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી વડોદરા કચેરી જઈ પટાંગણમાં સરકારી નીતિનો ગરબા ગાઈને વિરોધ નોંધાવ્યો હતો.

બીજી તરફ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે. ગરબાના સિઝન પાસ પર 18 ટકા જીએસટી લગાવવાના વિરોધમાં વડોદરા કોંગ્રેસે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે. ગુજરાતની સંસ્કૃતિ સમાન ગરબા પર ટેક્સના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો. કોંગ્રેસે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને સરકારની નીતિનો ગરબા ગાઈને વિરોધ દર્શાવ્યો હતો. કલેક્ટર કચેરીના પટાંગણમાં કોંગ્રેસના કાર્યકરો ગરબા ગાતા જોવા મળ્યા. કોંગ્રેસના નેતાઓ અને બહેનો ટ્રેડિશનર ડ્રેસ પહેરી વિરોધમાં જોડાયા છે.

ગુજરાત સરકાર દ્વારા ગરબા પર 18 ટકા જીએસટીની જાહેરાત કરી છે. જેને લઈને ખેલૈયાઓમાં નારાજગી ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં દેશમાં સૌથી મોટું નવરાત્રીના પર્વ દરમિયાન ગરબાઓનું આયોજન કરવામાં આવે છે. ખેલૈયાનું કહેવું છે કે આ ચુનાવી સ્ટંટ છે. તો વળી અન્યનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય તઘલખી છે. હિંદુઓના ધાર્મિક તહેવારો પર ટેક્સ સાખી નહીં લેવાની વાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 2022 સિઝન માટે સરકારે ગરબાના સિઝન પાસ પર 18 ટકા GST લાદ્યો છે. તેથી આ વખતે ગરબા રમવા મોંઘા પડશે. GST વધારાની અસર ખેલૈયાઓના ખિસ્સા પર પડવાની છે. જેના લીધી ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જોકે ડેઇલી પાસમાં GST ચુકવવો નહીં પડે. જોકે સિઝન પાસ પર 18 ટકા જીએસટી આપવું પડશે. વડોદરાના યુનાઇટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકોએ GST લાગૂ કરી દીધું છે. જોકે ડેઇલી પાસ લઈને આવનાર પર GST લાગૂ નહીં પડે. સિઝન પાસ પર 18 ટકા જીએસટી લગાવાતા વડોદરાના જ 1 લાખથી વધુ ખેલૈયાઓએ ગરબા રમવા માટે દોઢ કરોડથી વધુ GST પેટે ચૂકવવા પડશે. જ્યારે રાજકોટના 50 હજારથી વધુ ખેલૈયાઓએ પણ એક કરોડથી વધુ જીએસટી ભરવો પડશે.

(11:49 pm IST)