Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

૧૪ મીથી હાઇકોર્ટમાં ૩ થી ૪ કોર્ટો ફિઝીકલી શરૂ થશેઃ વકીલોનો મત મંગાયો

અમદાવાદ તા. ર :.. હાઇકોર્ટના ચીફ જસ્ટિસે પત્ર લખીને વકીલોને જાણ કરી છે કે, હાઇકોર્ટની સ્ટેન્ડીંગ કમીટીએ નિર્ણય લીધો છે. કે, તા. ૧૪-૯થી પ્રથમ તબકકામાં નવી બિલ્ડીંંગમાં ૩ થી ૪ કોર્ટમાં રાબેતા મુજબની કામગીરી (ફિઝીકલ સુનાવણી) ફરી શરૂ કરવામાં આવશે. આ માટે, ગાંધીનગર સ્થિત ઇન્ડીયન ઇન્સ્ટિટયુટ ઓફ પબ્લીક હેલ્થે એસઓપી તૈયાર કરી છે.જેમાં તમામ જરૂરી પ્રોટોકોલ અને સોશિયલ ડીસ્ટન્સિંગનો કડક પણ અમલ કરાશે. એચસી.ના વકીલ પાસે તેમનો મત તા. ૭-૯ સુધીમાં માગવામાં આવ્યો છે.

(11:23 am IST)