Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

જેલમાં ગેરકાયદે મોબાઇલની ઘુસણખોરી સહિતની પ્રવૃતિઓ કડકાઇથી અટકાવો અથવા કડક સજા માટે તૈયાર રહો

ગુજરાતના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા તમામ જેલવડાઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા ચેતવણી

રાજકોટઃ રાજયભરની જેલોમાં અવાર નવાર ગેરકાયદેસર રીતે મળતા મોબાઇલો તથા કેફી પદાર્થો સહીતની વસ્તુઓ પ્રવેશતી કોઇ પણ ભોગે અટકાવો અથવા કડક પગલાઓ માટે તૈયાર રહો તેવી આકરી ચેતવણી ગુજરાતના એડીશ્નલ ડીજીપી કક્ષાના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા રાજયના તમામ જેલના સુપ્રિ.ઓ સાથેની વિડીયો કોન્ફરન્સીંગમાં આપવામાં આવી હતી.  ડો. કે.એલ.એન.રાવ દ્વારા કોવીડ-૧૯ની મહામારી સંદર્ભે રાજયની જેલોને આપવામાં આવેલી માર્ગદર્શીકાઓનું ચુસ્તપણે પાલન થાય તે માટે પણ તાકીદ કરવામાં આવી હતી. રાજયની વિવિધ જેલોમાં કેદીઓના પ્રવેશ સમયે કઇ-કઇ બાબતો ધ્યાને લેવામાં આવે છે તેની માહીતી મેળવી તેમાં રહેલી ક્ષતીઓ દુર કરવા શું-શું કાર્યવાહી કરવી? તેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ. વધતા જતા કેસો ધ્યાને લઇ ચુસ્તતાથી અમલ કરવા સાથે ગુજરાતની જેલોએ કોવીડ-૧૯ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ જે નોંધ લેવાઇ છે અને જે અમીટ છાપ છે તે ઝંખવાઇ નહી તે જોવા પણ ખાસ અપીલ કરી હતી.

(12:10 pm IST)