Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રેલ્વે દ્વારા પહોંચી શકાશે સ્ટેચ્યુ ઓફ યુનિટી

કેવડીયા સ્ટેશન સુધી દોડશે ટ્રેનઃ ડીસેમ્બર સુધીમાં પાટાઓ નાખી દેવાશે

વડોદરા તા. ર :.. દુનિયાના નકશા પર ઓળખ ઉભી કરનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી હવે પર્યટકો ટ્રેન દ્વારા પણ પહોંચી શકશે. આના માટે કેવડીયા સુધી પાટાઓ બિછાવાઇ રહ્યા છે. આ રેલ્વે લાઇનને ડીસેમ્બર સુધીમાં પુરી કરવાનું લક્ષ્ય છે. આ સાથે જ પર્યટકો વડોદરાથી સીધા કેવડીયા સ્ટેશને પહોંચીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો જોઇ શકશે. કેવડીયા રેલવે સ્ટેશનને પણ વિશ્વસ્તરીય રેલ્વે સ્ટેશન બનાવાઇ રહયું છે.

વડોદરાના ડીવીઝનલ રેલ્વે મેનેજર દેવેન્દ્ર કુમારેવેબ કોન્ફરન્સમાં જણાવ્યું કે કેવડીયા સુધી રેલ્વે લાઇન બિછાવવાના કામ માટે ડીસેમ્બર સુધીનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. રેલ્વેના હિસાબે વડોદરા રેલ્વે ડીવીઝન બહુ મહત્વનું બની ગયું છે. અહીં  ચાર મોટા પ્રોજેકટનું કામ ચાલી રહયું છે. જેમાં કેવડીયા સુધી રેલ્વે લાઇન બિછાવવાનંુ રેલ્વે યુનિવર્સિટી, બુલેટ ટ્રેન અને ડેડીકેટેડ ફ્રંટ કોરીડોરનું કામ સામેલ છે.

(3:01 pm IST)