Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ગુજરાત બાર કાઉન્સીલની રવિવારે ચૂંટણી ચેરમેન-વાઇસ ચેરમેનના હોદ્દાઓ બદલાશે

રાજકોટ, તા. ર :  બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં ૧ર વર્ષે ઇન્ટરનલ ચૂંટણીઓ થતી હોય છે અને તેમાં ચેરમેન વા. ચેરમેન એકસીકયુટીવ કમીટી ચેરમેન સહિતના હોદ્દેદારોની ચૂંટણી થતી હોય છે જે રવીવારે બાર કાઉન્સીલના હોલમાં પોણા ત્રણ કલાકે રાખવામાં આવેલ છે. તેમ પૂર્વ ચેરમેન દિલીપ પટેલ, દીપેન દવે, અનિલ કૈલા તથા સી.કે. પટેલે જણાવેલ છે.

આ ચૂંટણીમાં ઓનરોલમેન્ટ કમિટી, ફાઇનાન્સ કમીટી, રૂલ્સ કમિટી, ગુજરાત લો હાર્ડ કમીટી તથા સીસ્ત સમિતિ સહિતની કમિટીની ચૂંટણી થનાર છે. આ ચૂંટણીમાં આ તમામ કમીટીઓમાં સભ્યોની નિમણુંક કરવામાં આવે છે અને તેમાંથી ચેરમેન બનાવામાં આવે છે. આ ઉપરાંત બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાની વેલફર કમીટીમાં પણ બે સભ્યોની નિમણુંક કરવામાં આવશે આ તમામ ભાજપ પ્રેરિત સમરસ પેનલના મેમ્બરો શનિવારે ગુપ્ત જગ્યાએ ચાલ્યા જશે અને ચૂંટણીના સમયે તમામ સમરસ પેનલના ઉમેદવારો ગ્રૃપ લીડર ભાજપ લીગલ સેલ પ્રદેશ કન્વીનર જે.જે. પટેલની સાથે બાર કાઉન્સીલમાં આવી મતદાન કરશે તેમ જણાવામાં આવેલ છે.

(3:01 pm IST)