Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ખેડબ્રહ્મા પાલિકાના ચીફ ઓફિસર સહિત 4 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

નગર પાલિકા આગામી પાંચ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરની નગર પાલિકાને આગામી પાંચ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા નગર પાલિકાના ચીફ ઓફિસર સહીત ચાર કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા જ પાલિકામાં ખળભળાટ મચ્યો હતો અને આખરે પાલિકાને બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

 ખેડબ્રહ્મા શહેરમાં આવેલ પાલિકાના ચિફ ઓફીસર કોરોનામાં સપડાયા હતા. આ સાથે અન્ય કર્મચારીઓને પણ લક્ષણો પણ જણાઇ આવતા એક બાદ એક ચાર કોરોના પોઝિટીવ મળી આવ્યા હતા. જેમાં પાલિકાના કલાર્ક, પાલિકાના સરકારી વાહનના ચાલક અને એક સફાઇ કામદાર પણ કોરોના પોઝિટીવ તરીકે સામે આવ્યા હતા

(5:38 pm IST)