Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 16 વર્ષીય કિશોરી સાથે મિત્રતા કેળવી બીભત્સ ફોટા લઇ પાદરીએ બદનામ કરવાની ધમકી આપી ધર્મપરિવર્તન કરવા દબાણ કરતા યુવતીએ પોલીસનો સહારો લીધો

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરી સાથે મોબાઈલ પર વાતચીત કરીને ચર્ચના પાદરીએ વિડીયોકોલમાં તેના બિભત્સ ફોટા લઈ લીધા હતા. બાદમાં તેને બદનામ કરવાની ધમકી આપીને ધર્મપરિવર્તન કરવા દબાણ કરતો હતો. અંગે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઈવાડીમાં રહેતી અને અભ્યાસ કરતી 16 વર્ષની કિશોરી તેની પડોશમાં રહેતી મહિલા સાથે ડિસેમ્બર મહિનામાં રબારી કોલોની પાસે આવેલા ક્લેશીયા ચર્ચમાં ગઈ હતી. જ્યાં પાદરી ગુલાબચંદે કિશોરી સાથે વાતચીત કરીને તેના માતાપિતાને ચર્ચમાં લાવવા કહ્યું હતું

ત્યારબાદ ગુલાબચંદના ભત્રીજા પંકજે કિશોરીના પિતાને ફોન કરીને ચર્ચમાં આવવા જણાવતા એકાદ મહિના બાદ કિશોરી તેના માતાપિતા સાથે ચર્ચમાં ગઈ હતી. બાદમાં ગુલાબચંદ, પંકજ તથા અન્યોએ કિશોરીના ઘરે ઢોલમંજીરા સાથે ભજન કર્યા હતા. બીજીતરફ ગુલાબચંદે કિશોરીના દુરના સંબંધીને વોટ્સએપતી કિશોરીના બિભત્સ ફોટા મોકલ્યા હતા. આથી સંબંધીએ કિશોરીના પિતાને વાત કરી હતી. તેમણે અંગે દિકરીને પુછતા તેણે ગુલાબચંદ વિશેની હકીકત જણાવી હતી. ત્યારબાદ પણ ગુલાબચંદે કિશોરીના સંબંધીને બિભત્સ ફોટા મોકલ્યા હતા. અંતે કિશોરીએ ગુલાબચંદ વિરૂધ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(6:42 pm IST)