Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

વડોદરામાં પત્ની સાથે ઝઘડો કરી અપશબ્દો બોલી પતિએ પત્ની સહીત પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ

વડોદરા: શહેરમાં ઘરકામ બાબતે પત્ની સાથે ઝઘડો કરીને ગાળાગાળી કરતાં પતિએ તેની પત્ની અને પુત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસ  ફરિયાદ નોંધાઈ છે.

દંતેશ્વરની વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા સુનિતાબેન સરકલેએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં પતિ રાકેશ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી જણાવાયું છે કે, હું ઘરકામ કરું છું

મારા પતિ સિક્યુરિટી સુપરવાઈઝરની નોકરી કરે છે. અમારે સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. આજે બપોરે ત્રણ વાગ્યે  ઝઘડો કરીને ગાળો દેતા હતા. ઝઘડાનો અવાજ સાંભળીને મારી પુત્રી  આપી ગઈ હતી. અને મારા પતિને ગાળો બોલવાની ના પાડી સમજાવતી હતી. પરંતુ મારા પતિએ ઉશ્કેરાઈને અમારી પુત્રીને પણ ગાળો આપી તું કોલેજમાં કેવું ભણે છે? તે હવે હું જોઉં છું, તેવી ધમકી આપી હતી. મારા પતિએ અમને બંનેને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી

સુરતના સુમુલડેરી નજીક સોસાયટીના બંગલામાં પોલીસે મધ્યરાત્રીએ છાપો મારી જુગાર રમતા 9 શકુનિઓને ઝડપી પાડ્યા

સુરત: શહેરના સુમુલડેરી રોડ સ્થિત સરદારનગર સોસાયટીના બંગલામાં મહિધરપુરા પોલીસ ગતરાત્રે છાપો મારી ત્યાં જુગાર રમતા 9 ને ઝડપી પાડી રોકડા રૂ.5.85 લાખ, 11 મોબાઈલ ફોન, ફોર વ્હીલર, ટુ વ્હીલર મળી કુલ રૂ.82.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મહિધરપુરા પોલીસે મળેલી બાતમીના આધારે ગતરાત્રે સુમુલડેરી રોડ સ્થિત સરદારનગર સોસાયટીના બંગલા નં.20 માં છાપો મારી ત્યાં પહેલા માળે રૂમમાં જુગાર રમતા વેપારી મિહિર કિશોર પટેલ, નોકરીયાત વિપુલ કિશોર પટેલ, હીરાદલાલ મનહર જયરામ પટેલ, વેપારી જયદીપ કમલેશ બ્રહ્મભટ્ટ, વેપારી દિનેશ ગોરધન પટેલ, જમીનદલાલ અશ્વીન સુરેશ પટેલ, આંગડીયા પેઢીના સંચાલક રાકેશ ધીરુભાઈ ભાદાણી, ડ્રાઇવર જીગ્નેશ હરેન્દ્ર પટેલ અને ટેક્ષ્ટાઈલ વેપારી મુકેશ હિંમત માલાણીને ઝડપી લીધા હતા.

(6:50 pm IST)