Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ગાંધીનગર નજીક સોનારડામાં જુગાર રમતા શખ્સોને ડભોડા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા

ગાંધીનગર: જિલ્લામાં જુગારની પ્રવૃતિ બંધ થવાનું નામ લેતી નથી ત્યારે પોલીસ પણ જુગારીઓને પકડવા માટે દોડી રહી છે ત્યારે શહેર નજીક સોનારડા ગામમાં જુગાર રમાતો હોવાની બાતમીના પગલે ડભોડા પોલીસે દરોડો પાડયો હતો અને ખોડીયાર માતાજીના મંદિર પાસે લાઈટના અજવાળે જુગાર રમતાં સોનારડા ગામમાં રહેતા રતિજી ગાભાજી ઠાકોર, વિષ્ણુજી બાબુજી ઠાકોર, જનકભાઈ રૂપસંગભાઈ ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. તેમની પાસેથી ૩૨૭૦ રૂપિયાની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(6:54 pm IST)