Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ગાંધીનગર:અડાલજ પોલીસે બાતમીના આધારે ભાટ નજીકથી કારમાંથી 120 બોટલ દારૂનો જથ્થો જપ્ત કર્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે અડાલજ પોલીસે બાતમીના આધારે ભાટ પાસેથી એક કારને ઝડપી પાડી હતી અને તેમાંથી વિદેશી દારૂની ૧ર૦ બોટલ કબ્જે કરી હતી. ભાટના એક શખ્સને ઝડપી લઈ કુલ .પપ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઠાલવવામાં આવી રહયો છે. ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરી આવા દારૂના જથ્થાને પકડી રહી છે. ગાંધીનગર જિલ્લામાં પોલીસ દારૂ મામલે સતત વાહનચેકીંગ કરી રહી છે ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ભાટ પાસે કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે ભાટની માલધારી ચોકડી પાસેથી જીજે-૦૭-બીબી-૧૫૭૭ નંબરની કારને ઝડપી પાડી હતી અને તેમાં સવાર ભાટ ગામના દશરથ દલસંગજી ઠાકોરને પકડી લીધો હતો. કારમાં તપાસ કરતાં તેમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧ર૦ બોટલ મળી આવી હતી. જેના પગલે પોલીસે પ૪૬૦૦નો દારૂ, એક મોબાઈલ અને કાર મળી કુલ .પપ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દશરથ સામે પ્રોહીબીશન એકટનો ગુનો નોંધી દારૂ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે દોડધામ શરૂ કરવામાં આવી છે.

(6:54 pm IST)