Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

માલપુર તાલુકાના હેલોદર ગામે પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપનાર પતિ સહીત સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

માલપુર:તાલુકાના હેલોદર ગામના વતની અને મહિસાગર જિલ્લાના વીરપુર ગામે સામાજિક રીત રીવાજોથી પરણાવેલી પરણીતાને પતિ સહિત સાસરીયાઓ દ્વારા ત્રાસ અપાતો હતો. મારઝૂડથી આખરે કંટાળી ત્રસ્ત બનેલી મહિલાએ પતિ,સાસુ-સસરા અને નણંદ વિરૂધ્ધ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.માલપુર પોલીસે ચારેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હેલોદર તા.માલપુર ગામના ગીતાબેનને ૧૬ વર્ષ અગાઉ મહિસાગર જિલ્લાના વીરપુર ગામે બાબુભાઈ મોતીભાઈ ઠાકોર સાથે પરણાવ્યા હતા.પરંતુ લગ્નના ૧૬ વર્ષો બાદ પતિ પ્રોત પ્રકાશ્યું હતુ.અને તું મને ગમતી નથી,મારે બીજી પત્નિ લાવવી છે એમ કહી પતિ પરણિતાને ત્રાસ આપતો હતો.ઘરકામ બાબતે મેણાં મારી સાસુ,સસરા અને નણંદની ચઢામણીથી અવાર નવાર ગાળો બોલી મારઝૂડ કરતા પતિના ત્રાસથી વાઝ આવી ગયેલી પરણીતાએ પતિ સહિત સાસરીયા વિરૂધ્ધ માલપુર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. માલપુર પોલીસે આરોપી બાબુભાઈ મોતીભાઈ ઠાકોર(પતિ),મોતીભાઈ કાળુભાઈ ઠાકોર(સસરા)અખમબેન મોતીભાઈ ઠાકોર(સાસુ) અને હિનાબેન મોતીભાઈ ઠાકોર(નણંદ) તમામ રહે.વીરપુર,જિ.મહિસાગર નાઓ વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:57 pm IST)