Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

પરિણિત યુવકે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી

યુવતીને યુવક સાથે મિત્રતા રાખવી ભારે પડી : યુવક પરિણીત હોવાથી યુવતીએ તેની સાથે વાતચીત કરવાનું તેમજ મળવાનું ઓછું કરી દેતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો

અમદાવાદ,તા.૨ : શહેરના સાબરમતી વિસ્તારમાં યુવતીને યુવક સાથે મિત્રતા રાખવી ભારે પડી છે. યુવક પરિણીત હોવાથી થોડા સમય માટે સંપર્કમાં રહ્યા બાદ યુવતી એ ધીમે ધીમે તેની સાથે વાતચીત કરવાનુ અને મળવાનું ઓછું કરી દેતા યુવક ઉસ્કેરાયો હતો. અને યુવતી ને વારંવાર ફોન કરી ધમકી આપતો હતો. જો કે યુવતીએ આ બાબત ની જાણ યુવકનાં માતાપિતા ને કરતા જ યુવકે ફરિયાદી યુવતીની કારમાં તોડ ફોડ કરી ધમકી આપી છે. આરોપી યુવકે યુવતીના ઘરે જઈ તેની કાર તોડી અને ફોન કર્યો હતો કે તારી ગાડી તોડી નાખી છે, તારા પણ આવા જ હાલ કરીશ. યુવતીએ ફરિયાદ આપી છે કે કોલેજમાં અભ્યાસ દરમિયાન તેનો સંપર્ક માલદેવ ભરવાડ નામના યુવક સાથે થયો હતો. અને બંને સંપર્ક માં હતા. જો કે માલદેવના માતાપિતા ને આ બાબતની જાણ થતાં તેમને યુવતીને માલદેવ પરિણીત હોવાથી તેની સાથે સંપર્ક રાખવાનીના પાડી હતી. છતાં પણ માલદેવ યુવતીને દબાણ કરતો હતો અને વારંવાર ફોન કરી ને ધમકી આપતો હતો કે 'તું જ્યાં મને મળીશ ત્યાં તારા અને તારા મિત્ર ના હાથ પગ તોડી નાંખીશ અને જાન થી મારી નાખીશ.

              ' જો કે યુવતી ના પરીવારને આ બાબત ની જાણ ન થાય તે માટે તેને કોઈ ને જાણ કરી ના હતી. ૩૧ મી ઓગસ્ટ ના દિવસે યુવતી પર માલદેવ નો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે 'તું ઘરે આવી ને જોઈ લેજે તારી ગાડી તોડી નાખી છે, તાર પણ એવા જ હાલ કરી નાંખીશ.' જો કે યુવતી એ આ બાબત ને ગણકારી ના હતી. પરંતુ યુવતીની માતા એ તેને ફોન કરતા યુવતી ઘરે આવી હતી અને જોયું તો તેની કાર નો કાચ તૂટેલો હતો. જેથી તેણે આરોપીને આવું કરવા પાછળ નું કારણ પૂછતાં તેણે કહ્યું હતું કે તે મારા માતાપિતા ને ફોન કેમ કર્યો હતો.  જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

(7:51 pm IST)