Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

વલસાડમાં હત્યાં સાથે ૧૦ તોલા ના સોનાના ધરેણાની લુટ નો ભેદ ગણતરીના કલાકમાં ‌ઉકેલાયો આરોપી પાડોશી યુવાન ઝડપાયો

વલસાડ : સેગવી ગામે રહેતાં વૃદ્ધ મહિલાને મારમારી મોતને ઘાટ ઉતારી તેના ઘરેણા લૂંટી જવાના કેસ પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી આ લૂંટને અંજામ અપનારા તેને પડોશી કલ્પેશ ઉર્ફે લાલુને ઝડપી પાડ્યો હતો. 

           પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના સેગવી ગામે સુથાર ફળિયામાં રહેતા  હંસાબેન હરીલાલ મિસ્ત્રીને તેના પડોશમાં રહેતો યુવાન કલ્પેશ ઉર્ફે લાલુ મિસ્ત્રી લૂંટવાના ઇરાદે તેના ઘરે આવ્યો હતો. લાલુએ આ લૂંટનો પ્રિપ્લાન બનાવી હંસાબેનના પુત્રી મિનાબેનને સિવિલમાં કામ હોવાનું જણાવી મોકલી આપ્યા હતા. જોકે, લાલુ હંસાબેનને મારમારી લૂંટી લે એ પહેલાં મીનાબેન ત્યાં આવી પહોંચી હતી. જેને પણ લાલુએ માથામાં ફટકા મારી અર્ધ બેહોશ કરી દીધી હતી.

 ઘટનામાં મીનાબેને થોડી બૂમો પાડતા પડોશીઓ આવી ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. જ્યાં હંસાબેને જીવ છોડી દીધો હતો અને મીનાબેન બેહોશ હતા. મીનાબેન થોડા હોશમાં આવતા પોલીસે કળથી તેમને ઘટના વિશે પુછતાં તેમણે પડોશી લાલુનું નામ દીધું હતુ.  જેના પગલે ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના મુજબ એલસીબી અને રૂરલ પોલીસની વિવિધ ટીમો લાલુને પકડવા દોડ્યા હતા અને લાલુને પકડી પાડ્યો હતો. તેમણે લાલુની પુછતાછ કરતાં જાણવા મળ્યું કે, તેને દેવું વધી ગયું હતુ. જેની ચૂકવણી માટે તેણે હંસાબેન અને મીનાબેનના 10 તોલાના સોનાના ઘરેણા લૂંટી ફાઇનાન્સમાં ગિરવે મુકી તેની સામે રૂ. 55 હજાર મેળવી પોતાનું દેવું ચૂકવી દીધું હતુ. આ કેસમાં પોલીસે તેની વધુ પુછતાછ હાથ ધરી છે અને આ ગુનામાં તેને કોણે સાથ આપ્યો તેની તપાસ ચાલુ છે.

 

(8:01 pm IST)