Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

તિલકવાડાં તાલુકાના કેસરપુરા ગામ નો યુવાન પાણીમાં તણાયા બાદ શોધખોળ ચાલુ

કેસરપુરા અને માહિજીપૂરા ને જોડતો બ્રિજ નીચી સપાટી નો હોવાથી વારંવાર તેના ઉપર થી પાણી ફરી વળતા આવા બનાવો બનતા હોય ઊંચો બ્રિજ બનાવવા માંગ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડાં તાલુકાના કેસરપુરા ગામ નજીક કેસરપુરા અને માહિજીપૂરા ને જોડતો નાળુ આવેલુ હોય જેની સપાટી ઘણી નીચા પ્રમાણ માં હોવાથી ચોમાસા દરમિયાન નદી ના પાણી આવી જતા હોય છે જેના કારણે તિલકવાડાં થી સાવલી જવાનો મુખ્ય રસ્તો બંધ કરવો પડે છે અને પાણી આવી જવાથી અંદજીત દસ, પંદર ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે.

હાલ ડેમોમાં પાણી છોડાતા કેસરપુરા નજીક મોટા પ્રમાણ માં પાણી આવી ગયું છે જ્યાં કેસરપુરા ગામનો એક યુવાન પાણી ના પ્રવાહ માં ખેંચાઈ ગયો હતો જેની જાણ થતાં ગામ ના સરપંચ તથા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તિલકવાડાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર પહોંચીને સ્થાનિક તરવૈયાઓ દ્વારા નાવડી વડે યુવાન ને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કેસરપુરા અને માહિજીપૂરા ને જોડતો બ્રિજ નીચી સપાટી નો હોવાથી વારંવાર તેના ઉપર પાણી ફરી વળે છે જેના લીધે વાહન વ્યવહાર બંધ થઈ જાય છે જેથી ગામલોકો ની એવી માંગ છે કે જુના બ્રિજ ની જગ્યા પર નવો ઉંચો બ્રિજ બનાવવામાં આવે જેથી આવા બનાવ ના બને અને વાહન ચાલકો ને રાહત થાય.

(9:50 pm IST)