Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

અમદાવાદ સ્થિત ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી શિક્ષક દિન પમી સપ્ટેમ્બર અલગ અંદાજી ઉજવવાના મુડમાં

ટેકનીકલ કક્ષાના અધ્યાપકો કે જેમનો પ્રસાર-પ્રસારમાં મોટુ યોગદાન હોય તેઓને ટેકગુરૂ એવોર્ડથી સન્માનવાનો નિર્ણય લેવાયો

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિ. દ્વારા શિક્ષક દિન પાંચમી સપ્ટેમ્બરનો કંઇક નવા અધ્યાય સાથે ઉજવવાનો નિર્ણય કર્યો છે જે કાયમ માટે યાદગાર બની રહેશે.

અમદાવાદ‌: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી ( GTU ) દ્રારા 5મી સપ્ટેમ્બર શિક્ષક દિને (teacher day) જુદી જુદી 10 કેટેગરી એન્જિનીયરિંગ, ફાર્મસી , મેનેજમેન્ટ અને આર્કિટેક્ચરના ડિપ્લોમાથી લઈને માસ્ટર સુધીના તમામ અભ્યાસક્રમની દરેક શાખાના અધ્યાપકોને ટેક ગુરુ એવોર્ડ આપીને સન્માનિત કરાશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જીટીયુના ફેસબુક પેજ પર કરવામાં આવશે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના પાયાના મૂળમાં જીટીયુ સંલગ્ન અધ્યાપકોનો સિંહફાળો છે. ટેકનોલોજીના પ્રચાર-પ્રસાર માટે અધ્યાપકો સતત કાર્યરત રહે છે. જેમને સન્માનિત કરવાના ઉપલક્ષમાં ગત વર્ષ-2019 થી જીટીયુ દ્વારા “ટેક ગુરૂ એવોર્ડ” (tech guru award)ની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2020 માટે જુદી-જુદી શાખાના‌ અધ્યાપકો પાસેથી ટેક ગુરુ એવોર્ડ માટેની અરજી મંગાવવામાં આવી છે. આગામી તારીખ 5 સપ્ટેમ્બર 2020ને શિક્ષકદિનના દિવસે પસંદગી પામેલ અધ્યાપકોને ટેક ગુરુ એવોર્ડ આપવામાં આવશે.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ , મુખ્ય મહેમાન તરીકે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને જી.એસ.એસ. એકેડમી ઓફ એજ્યુકેશન એન્ડ રીસર્ચના કુલપતિ પ્રો. બી. સુરેશ, ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન(જીપીએસસી)ના ચેરમેન દિનેશ દાસા, જીટીયુના કુલસચિવ ડો. કે.એન. ખેર અને નાયબ કુલસચિવ ડો. ચિરાગ નાગદા ઉપસ્થિત રહેશે.

(10:49 pm IST)