Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ભાજપના પ્રદેશ અધ્યક્ષના આગમન પૂર્વે પાલનપુર પાલિકા દ્વારા રોડના ખાડા બુરવા રસ્તાનું સમારકામ

આખરે પાલિકાએ ભાજપના પ્રમુખની મુલાકાતના રૂટ પર રોડના ખાડા પૂરવાની શરૂઆત કરી

 

બનાસકાંઠાઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની બનાસકાંઠાની મુલાકાતને લઇને પાલનપુર પાલિકાએ ખાડા પૂરવાની શરૂઆત કરી છે. સી. આર. પાટીલના રૂટ પર પાલનપુર પાલિકા દ્વારા ખાડા પૂરી રસ્તોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.

 છેલ્લા 6 માસથી પાલનપુર શહેરના લોકો ખાડાઓથી પરેશાન છે. ખાડા પૂરવા માટે તેમજ રસ્તાનું સમારકામ કરવા પાલનપુર શહેરના લોકોએ વારંવાર પાલિકાના સત્તાધીશોને રજૂઆતો કરી છે, પરંતુ ભાજપ સાશિત પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોએ પ્રજાનું સાંભળ્યું નથી. હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પાલનપુરની મુલાકાતે આવવાના છે. ત્યારે બુધવારે ભાજપ પ્રદેશ પ્રમુખની મુલાકાતના રૂટ પર રોડના ખાડા પૂરવાની શરૂઆત કરી છે.

ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જો કે, પાલિકાની કામગીરી સામે લોકોના અનેક સવાલો છે. લોકો ટેક્સ ચૂકવે છે, પરંતુ તેમને પૂરતી સગવડ મળતી નથી. જયારે નેતાઓ આવતા હોય ત્યારે રાતોરાત રોડ બનાવી દેવામાં આવે છે. પ્રજાનું સાંભળી અને ભાજપના નેતા જે પાલનપુર આવવાના છે, તેમને સારું દેખાડવા માટે પાલનપુર પાલિકા ખાડા પૂરી રહી છે. પાલનપુર પાલિકા નીતિ સામે લોકોમાં પણ આક્રોશ છે.

(11:03 pm IST)