Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કાલુપુર રાજામેહતાની પોળમાં સીઆઇડી ક્રાઇમનો દરોડો : છ બ્રાન્ડેડ કંપનીની નકલી ઘડિયાળ કબ્જે

રીંકી-પિંકી નામનાં શોરૂમમાં કોપીરાઈટ અધિકારીને સાથે રાખીને દરોડો : બે આરોપીની ધરપકડ

 

અમદાવાદ : કાલુપુર રાજામેહતાની પોળમાં સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી અને અલગ 6 બ્રાન્ડેડ કંપનીની અધધધ ડુપ્લીકેટ ઘડિયાળ કબ્જે કરાવામાં આવી છે ક્રાઇમે ડુપ્લીકેટ ઘડિયાળ વેચાતી દુકાનોમાં રેડ કરી હતી. રીંકી-પિંકી નામનાં શોરૂમમાં સીઆઇડી કાઈમે દરોડા સમયે કોપીરાઈટ અધિકારીને પણ સાથે રાખ્યા હતા. 15 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

અલગ 6 બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળ કબ્જે કરાઈ છે. મળી આવેલી 6 બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળમાં Tag Heuer, Hublot, Rado, Tissot, Longines સહિતની કંપની ઘડિયાળો મળી આવી હતી. આપને જણાવી દઇએ કે અગાઉ પણ અમદાવાદમાંથી ડુપ્લીકેટ ઘડિયાળો મળી આવી હતી જો કે, આજની રેડમાં દિપક ધામેચા અને કપિલ કુમાર સહિતના બે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

 

(12:38 am IST)