Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ભરુચમાં પુરનું સંકટ ટળ્યું :35 ફૂટ પહોંચેલી નર્મદાની સપાટી 31.50 ફૂટથી નીચે સરકી

નદીમાં પાણીનો પ્રવાહ ઘટતા ગોલ્ડન બ્રિજ પર વાહનવ્યવહાર પૂર્વારત

 

ભરૂચ  જિલ્લા સહિત સંપૂર્ણ ગુજરાત માટે રાહતના સમાચાર છે,પુષ્કળ પાણીની આવકનાં કારણે નર્મદા - સરદાર સરોવરનાં દરવાજા ખોલવામાં આવતા નર્મદા ગાંડીતૂર જોવામાં આવી હતી  એક સમયે 35 ફૂટ પાર કરી ભરુચના ગોલ્ડન બ્રીજની લગોલગ જોવામાં આવેલ નર્મદાની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે અને નર્મદા નદીની જળસપાટી 31.50 ફૂટેથી પણ નીચે પહોંચી ગઇ છે. નદીમાં પાણીનો પ્રવાહ ઘટતા ગોલ્ડન બ્રિજ પર વાહનવ્યવહાર પૂર્વારત થયો છે.

ભરૂચનાં નર્મદા ડેમની જળસપાટી 133.22 મીટરને પાર પહોંચી ગઇ છે. હાલ પણ ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક અવિરત ચાલુ છે, સરકાર દ્વારા નર્મદા ડેમમાં પૂર્ણ ક્ષમતા સુધી પાણી સ્ટોર કરવાની મંજૂરી મળી જતા ડેમનાં અનેક દરવાજા બંધ કરવામાં આવ્યા છે. એક સમયે ડેમમાંથી 6.14 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું હતું અને નર્મદા ડેમના 23 દરવાજા 6 મીટર સુધી ખોલાયા હતા જેના કારણે નર્મદા નદીની જળસપાટી 34.44 ફૂટેથી વધુ પહોંચી ગઇ હતી.હાલ નર્મદાની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે અને નર્મદા નદીની જળસપાટી 31.50 ફૂટેથી પણ નીચે પહોંચી જતા ભરુચ માથેથી મોટું પૂરનું સંકટ ટળતું જોવામાં આવી રહ્યું છે

(12:43 am IST)