Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

૩૧ ઓક્ટોબરએ સાબરમતી રિવરફ્રન્ટ પરથી સી-પ્લેન ભરશે ઉડાન : ૧૮ સીટરના ૨ સી-પ્લેન કેનેડાથી લવાશે

૨ વિદેશી પાઈલટ અને ૨ ક્રૂ મેમ્બર હશેપ જે ૬ મહિના સુધી રોકાણ કરશે:

અમદાવાદ : આગામી ૩૧ ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહેલી દેશની સૌપ્રથમ સી-પ્લેન સેવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.કે અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૨૦ ઓક્ટોબર સુધીમાં સી-પ્લેન આવે તેવી શક્યતા છે. રિવરફ્રન્ટ પર અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે.જેમાં ૧૮ સીટરના ૨ સી-પ્લેન કેનેડાથી લાવવામાં આવશે.  અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્લેનમાં ૧૪ મુસાફરો બેસી શકે તેટલી ક્ષમતા છે. નોંધપાત્ર છે કે સ્પાઈસ જેટ દ્વારા સંચાલિત થનાર આ ફ્લાઈટમાં ૨ વિદેશી પાઈલટ અને ૨ ક્રૂ મેમ્બર હશેપ જે ૬ મહિના સુધી રોકાણ કરશે અને ભારતીય પાઈલટ તેમજ ક્રૂ મેમ્બરને સી-પ્લેન ઓપરેટ કરવાની તાલીમ આપશે. ૩૧ ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પરથી સી-પ્લેન ઉડાન ભરશેપ સી-પ્લેન મારફતે સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનું ૨૨૦ કિમીનું અંતર માત્ર ૪૫ મિનિટમાં કપાશે.

(10:01 pm IST)