Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

નર્મદા જિલ્લામાં ગુરુવારે ૦૯ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કોવિડ હોસ્પિટલ ખાતે રસેલા ગામના એક આધેડનું મોત થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં ગુરુવારે નવા ૦૯ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે જ્યારે નાંદોદ તાલુકાના રસેલા ગામના એક 68 વર્ષીય આધેડ નું મોત પણ થયું હતું.

આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૦૯ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા આશાપુરી -૦૧,નાંદોદ તાલુકાના લાછરસ- ૦૧,રામપરા-૦૨,રસેલા-૦૧,ગરુડેશ્વરના કે.કોલોની-૦૩ અને ગરુડેશ્વર-૦૧ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૦૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૨, જ્યારે ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૦૮ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૦૫ દર્દી દાખલ છે આજે ૦૫ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૯૧૬ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૯૬૦ પર પહોચ્યો છે.આજે વધુ ૩૬૫ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(8:35 am IST)