Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

પાલનપુરમાં સિમલા ગેટ પાસે શાકભાજીની લારી રાખવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી : ધોળાદિવસે ધોકકાવાળી

ભરચક વિસ્તારમાં ધોળાદિવસે ધોકાવાળી થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો

બનાસકાંઠા: જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે  વધુ એક મારામારીની ઘટના પાલનપુરમાં બની છે  પાલનપુર શહેરમાં સીમલા ગેટ પાસે શાકભાજીની લારી ઊભી રાખવા બાબાતે 2 જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી અને બાદમાં આ બન્ને જૂથો ઉશ્કેરાઈ જતા લાકડીઓ અને ધોકા વડે મારામારી પર ઉતરી આવ્યા હતા. શહેરના ભરચક વિસ્તારમાં જ દિન-દહાડે ધોકાવાળી થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. બન્ને જૂથો એકબીજા પર લાકડી અને ધોકા વડે મહિલાઓ અને પુરુષો મારામારી કરતા દ્રશ્યો પણ મોબાઇલ કેમેરામાં કેદ થઇ ગયા છે.

(10:21 am IST)
  • ગુજ. હાઈકોર્ટમાં ૩ જજ નિમાયા : રાષ્ટ્રપતિશ્રી દ્વારા સર્વશ્રી વૈભવી દેવાંગભાઈ નાણાવટી, નિર્ઝરકુમાર દેસાઈ અને નિખિલ કરિયલની ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક access_time 10:46 pm IST

  • ડોનાલ્ડ ટ્રમ્પ તથા મેલાનિયા ટ્રમ્પ જલ્દી સાજા થઇ જાય તેવી શુભેચ્છા : કોવિદ -19 સંક્રમિત ટ્રમ્પ દંપત્તિને તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન તથા પત્ની જિલ એ શુભેચ્છા પાઠવી : તમારી તંદુરસ્તી માટે અમે પ્રાર્થના ચાલુ રાખશું access_time 7:15 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 81,693 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 63,91,860 થઇ :હાલમાં 9,42,585 એક્ટિવ કેસ :વધુ 78,646 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 53,48,653 રિકવર થયા :વધુ 1096 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 99,804 થયો access_time 1:03 am IST