Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

દેશમાં પ્રથમ સી-પ્લેન અમદાવાદથી કેવડીયા સ્ટેચ્યુ સુધી ઉડશે : પ્રારંભમાં વિદેશી પાયલોટ પ્લેન ઉડાડશે

તરતી જેટ્ટી બનાવવાનું કામ ચાલુ : ૧પ ઓકટોબર બાદ ૧૮ બેઠકોવાળુ સી-પ્લેન ગુજરાત આવી જશે

રાજકોટ, તા. ર : અમદાવાદના સાબરમતી રિવરફન્ટથી કેવડીયા સ્થિત સ્ટેચ્ુ ઓફ યુનિટી સુધી ઉડ્ડયન માટે તૈયાર થઇ રહેલા સી-પ્લેનને વિદેશી પાયલોટ ઉડાડશે, એટલું જ નહીં ક્રુ-મેમ્બર પણ વિદેશના હશે. ૧પ ઓકટોબર બાદ દેશમાં પહેલી વખત સી-પ્લેનની ઉડ્ડયન શરૂ થઇ રહી છે. જો કે, છ માસની તાલીમ બાદ ભારતીય પાયલોટ જ પ્લેન ઉડાડશે. અમે તે માટે ગુજરાતના કર્મચારીઓને તૈયાર કરાઇ રહ્યા છે.

ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગના ડાયરેકટર અજય ચૌહાણે જણાવ્યું હતું કે લગભગ ૧પ ઓકટોબર પછી સી-પ્લેન અમદાવાદ આવી થશે, જેમાં બે એન્જીન રહેશે, ટ્રાયલ શરૂ કરાશે અને ૩૧ ઓકટોબર પછી સી-પ્લેન નિયમિતરૂપે ઉડાન ભરશે.

આ વિમાનમાં ૧૮ મુસાફરોની ક્ષમતા હશે, જો કે ૧પ મુસાફરો, બે પાયલોટ અને ક્રુ-સભ્ય સહિત ૭ લોકો રહેશે.

હાલમાં અમદાવાદના સાબરમતી રિવરફન્ટ ઉપર આંબેડકર બ્રીજ પાસે વોટર એરોડ્રામ બનાવવાનું યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. ફલોટીંગ ક્રોંકીટ જેટ્ટી બનાવાઇ રહી છે જે ર૪ મીટરની રહેશે. ર થી ૩ મહીના પછી બીજી ર૪ મીટરની જેટ્ટી બનાવાશે. આ જેટ્ટી ૯ મીટર પહોળી અને જાડાઇ એક મીટરની રહેશે. જેટ્ટીમાં પોલીસ્ટીયરીંગ કેમીકલ ભરવામાં આવી રહ્યું છે. જો નુકશાન થાય તો પણ, તેમાં પાણી નહિ ભરાય. આ તરતી જેટ્ટી હશે તેને તૈયાર કરનાર કંપનીના સ્ટીલથી બનાવાઇ રહી છે.

(11:29 am IST)