Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

એમ્બ્યુલન્સ સંચાલકોની ઉઘાડી લૂંટ

કોરોના દર્દીને ૩ કિ.મી. દૂર હોસ્પિટલ શિફટ કરવાના ૧૧,૦૦૦ રૂપિયા લીધા

એમ્બ્યુલન્સ સંચાલકો ચલાવી રહ્યા છે ઉઘાડી લૂંટઃ રસીદ માંગવામાં આવે તો કહે છે કે થાય તે કરી લેજો નહીં મળે

અમદાવાદ,તા.૨:  કોરોના મહામારીને કારણે વેપાર ધંધા બંધ છે. તેમજ કોરોનાના દર્દીઓની હાલત કફોડી બની છે. સારવાર માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ફરવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં હોસ્પિટલથી લઈને સારવારમાં ઉધાડી લૂંટ ચાલી રહી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો છે જેમાં એક વ્યકિત આક્ષેપ કરી રહ્યો છે કે ૩ કિમી દૂર હોસ્પિટલમાં કોરોના દર્દીને શિફ્ટ કરવા માટે ખાનગી એમ્બ્યુલન્સે ૧૧ હજાર રૂપિયા લીધી છે.

વિડીયો વાઈરલ થાય બાદ આ અંગે જયારે જનકભાઈના પત્ની પૂનમ પાંચાણી સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે મારા સાસુ ચંપાબહેનને ૨૮ તારીખે કાકડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો તો બીજા દિવસે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી કાકડિયા હોસ્પિટલે તુરંત તેમને કોઠિયા હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે કહ્યું.

દર્દીને શિફ્ટ કરવા માટે હોસ્પિટલે ખાનગી એમ્બ્યુલન્સને બોલાવી અને દર્દીને કોઠિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. કાકડિયાથી કોઠિયા હોસ્પિટલ સુધીના ૩ કિમી સુધીના અંતર માટે એમ્બ્યુલન્સ ચાલકે ૧૧ હજાર રૂપિયા માંગ્યા. આ સાંભળીને પરિવારજનો પણ ચોંકી ગયા. તેમણે કહ્યું કે આટલા બધા રૂપિયા થોડા હોય તો એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કહ્યું કે અમે આટલો ચાર્જ કરીએ છીએ.

પૌત્ર જનકભાઈ તે સમયે દાદીને હોસ્પિટલમાં એડમિટ કરવા ઉતાવણમાં હતા. તેથી તેમણે ૧૧ હજાર રૂપિયા આપ્યા અને તેમની પાસે રિસિપ્ટ માંગી હતી. જેથી ડ્રાઈવરે કહ્યું કે તમારે હોસ્પિટલથી લેવાની રહેશે. આ અંગે બીજા દિવસે જયારે કાકડિયા હોસ્પિટલમાં પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે એમ્બ્યુલન્સ અમારી નહોતી અમે તો તમને માત્ર બહારની એમ્બ્યુલન્સ મંગાવી આપી હતી. ત્યાર બાદ ખાનગી એમ્બ્યુલન્સ સંચાલક સાથે વાત કરવામાં આવી તો તેમણે પણ કહ્યું કે અમે કોરોનાના દર્દીઓને કોઈ રિસિપ્ટ આપતા નથી. આ મામલે MLA વલ્લભ કાકડીયાને જાણ કરતા તેઓએ કહ્યું હતું કે અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ નથી. તમે તમારી રીતે તેમની સામે કાર્યવાહી કરી શકો છો.

આ રીતે ઊઘાડી લૂંટ જોઈને જનકભાઈ અને તેમની પત્નીએ વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

(11:32 am IST)
  • દાદાને શ્રદ્ધાંજલિ આપી નાનપણની તસવીર શેર કરી : સ્વર્ગસ્થ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના આજે ૧૧૬માં જન્મદિવસ નિમિત્તે તેમના સૌથી મોટા પુત્ર સંજય નાથ સિંઘે ટ્વિટર ઉપર દાદાને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી નાનપણની આ તસવીર શેર કરી છે. તેઓ ટાટા સ્ટીલમાં કામ કરી રહ્યા છે અને ઓલ ઈન્ડિયા ફાર્મર્સ એસોસિએશનના વર્કિંગ પ્રેસિડેન્ટ પણ છે. access_time 4:43 pm IST

  • પંજાબમાં રાત્રી કર્ફ્યુ તથા રવિવાર માટે લોકડાઉનમાંથી મુક્તિ : અનલોક 5 અંતર્ગત ચીફ મિનિસ્ટર કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં : માસ્ક પહેરવા સહીત અન્ય સુરક્ષા નિયમોનું ચોક્કસપણે પાલન થાય તે જોવા ડીજીપી ને સૂચના આપી access_time 8:00 pm IST

  • રોહીત-પોલાર્ડ હિટ, મુંબઇ સુપરહિટ : ૪૮ રનથી ચેમ્પીયન ટીમ શાનદાર જીત સાથે પોઇન્ટ-ટેબલમાં ટોપ પરઃ મુંબઇએ છેલ્લી પાંચ ઓવરમાં બનાવેલા ૮૯ રન પંજાબને ભારે પડયાઃ ટુર્નામેન્ટમાં ૫૦૦૦ રન પૂરા કરનાર ત્રીજો ખેલાડી બન્યો રોહીત શર્મા access_time 3:48 pm IST