Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

સુરતમાં કેરીંગ હેન્ડસ અભિયાન હેઠળ ૨૫૦૦થી વધુ સ્વાસ્થ્યકર્મીઅોઍ ૮ હજાર ફૂટ લાંબા કાપડમાં હાથના પંજાની છાપ છોડી

સુરત: રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન પ્રત્યેક સ્વાસ્થ્યકર્મીઓએ શારીરિક, માનસિક અને ભાવનાત્મક મુશ્કેલીઓ વેઠીને પણ સેવાની મશાલ સળગતી રાખી છે. એનાં માટે  સ્મૃતિચિહ્ન બનાવવાનું નક્કી કર્યું કે જેમાં સૌની સરખી ભાગીદારી હોય અને સૌનું કોરોના યોદ્ધા તરીકેનું કાર્ય લોકોના માનસ પર સદાય અંકિત રહે. આ માટે ઘણાં બધાં વિકલ્પો વિચાર્યા બાદ, 74માં સ્વાતંત્ર્ય દિવસે “CARING HANDS“ અભિયાન સર્વ સંમતિથી શરુ કરવામાં આવ્યું. “CARING HANDS“ અભિયાન અંતર્ગત અંદાજે 800 ફૂટ લાંબા કાપડનાં પટ્ટા ઉપર સ્મીમેરનાં 2500થી વધુ સ્વાસ્થ્ય કર્મીઓએ વિવિધ ઇકોફ્રેન્ડલી કલરથી હાથના પંજાની છાપ છોડી. જેને અનેક સ્થળે પ્રદર્શિત કરવાનું આયોજન છે.
“CARING HANDS“ અભિયાનમાં સ્મીમેરના તમામ સ્વાસ્થ્યકર્મીઓએ કોઈ પણ જાતના ભેદભાવ વગર એક જ કાપડ પર હાથના પંજાની છાપ આપી છે. જે હાથોએ દર્દીઓની સેવા કરી, મળમૂત્ર અને ઉલ્ટીઓ સાફ કરી, કપડા બદલ્યાં, જમાડ્યાં, તપાસ કરી, સારવાર આપી, સમયસર દવા પહોંચાડી અને સારા કરીને સહી સલામત ઘરે પહોંચાડ્યાં તે જ હાથોની પ્રતિકાત્મક તસ્વીર એટલે “CARING HANDS“ અભિયાન. જે એક કોરોના વોરિયર્સનો પ્રેરણાત્મક સંદેશ આપે છે.
કોરોના મહામારી સામેની લડતમાં જોડાયેલા તમામ આરોગ્યકર્મીઓની ગૌરવની ગાથા ગાતું ગીત એટલે “CARING HANDS“ અભિયાન. ‘બુલંદ જુસ્સો, હમ હારેંગે નહીં’ ના નુતન સંદેશનું સાક્ષી  “CARING HANDS“ છે.
તા. 11 માર્ચ 2020નાં રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોવિડ-19ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી. 16મી માર્ચે સુરત શહેરમાં કોવિડ-19 નો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી સ્મીમેર હોસ્પિટલમાં ડૉકટર્સ, કર્મચારીઓ, સફાઈ કામદાર, વોર્ડબોય, આયા બહેન, નર્સિંગ સ્ટાફ, વહીવટી સ્ટાફ તેમજ ઇન્ટર્ન વગેરે રજા લીધા વગર છેલ્લાં ૬ મહિનાથી અવિરતપણે કોરોનાને લગતી વિવિધ કામગીરી બજાવી રહ્યાં છે.
આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘણાં સ્વાસ્થ્ય કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયાં, હોસ્પિટલમાં દાખલ થયાં, સારવાર લીધી, કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં પુનઃ જોડાઈ પણ ગયાં. ઘણાં બધાં સ્વાસ્થ્ય કર્મચારીઓનાં પરિવારજનોએ વિપત્તિઓનો સામનો કરીને પણ સ્વાસ્થ્ય કર્મચારીઓનો જુસ્સો બુલંદ રાખ્યો. ઘણાં કર્મચારીઓએ પોતાના પરિવારજનોને પોતાનાથી અળગા રાખીને પોતાની ફરજ બજાવી. કોરોના સામેની લડાઈ માત્ર સ્વાસ્થ્ય કર્મચારીઓ એ નહીં પરંતુ તેમના સમગ્ર પરિવારે પણ સાથે રહીને લડી છે.

(5:23 pm IST)
  • જમ્મુ કાશ્મીર સરહદે શહીદ થયેલા પંજાબી સૈનિક હવિલદર કુલદીપ સિંઘના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર અપાશે : પરિવારના એક સભ્યને સરકારી નોકરી અપાશે : પંજાબના મુખ્યમંત્રી કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં access_time 1:31 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 81,693 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 63,91,860 થઇ :હાલમાં 9,42,585 એક્ટિવ કેસ :વધુ 78,646 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 53,48,653 રિકવર થયા :વધુ 1096 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 99,804 થયો access_time 1:03 am IST

  • એમેઝોનના ૨૦ હજાર કર્મચારીઓને કોરોના વળગ્યો :એમેઝોનના ૨૦ હજાર કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યાનું એમેઝોને જાહેર કર્યુ છે access_time 11:24 am IST