Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

અમદાવાદના થલતેજમાં ડોક્ટરના પુત્રને બંધક બનાવી લૂંટ ચલાવનાર આરોપીને સોલા પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો

અમદાવાદ: શહેરના થલતેજમાં ડોક્ટરના પુત્રને બંધક બનાવી ચકચારભરી લુંટ ચલાવનારા આરોપીને સોલા પોલીસે ઝડપી લઈને 50,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી સીસીટીવીમાં ઝડપાઈ ન જવાય તે માટે કપડા, બાઈક અને હેલ્મેટ બદલતો રહેતો હતો. આરોપીએ ક્રાઈમ રિલેટેડ વેબ સિરીઝ જોઈને લુંટનો પ્લાન બનાવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

 થલતેજમાં સોમવીલા બંગલોઝમાં રહેતા અને ઝાયડસ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર પ્રકાશભાઈ દરજીના ઘરમાં અજાણ્યા શખ્સે ચાકુ સાથે ઘુસી જઈને રોકડ રકમ અને દાગીનાની લુંટ ચલાવી હતી.

આ કેસમાં સોલા પોલીસે તપાસ હાથ ધરીને એલિસબ્રિજમાં મણીયાર હાઉસમાં રહેતા નિરવ સુરેશભાઈ પટેલ(27)ની અટક કરી હતી. તેની પાસેથી પોલીસે સોનાચાંદીના દાગીના એપલનું આઈપોર્ડ અને એપલની વોચ મળીને કુલ રૂ.50,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:41 pm IST)