Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મકાનને નિશાન બનાવી તસ્કરે સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસે પાણી પીવા આવેલ શંકાસ્પદ શખ્સ વિરુદ્ધ તપાસ હાથ ધરી

વડોદરા:શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પ્રકાશ નગર સોસાયટીમાં અજાણ્યો તસ્કર તિજોરીની ચાવી વડે ખોલી ચાંદીના બિસ્કીટ, સોના ચાંદીના દાગીના અને અગત્યના દસ્તાવેજો સહિત 1.80 લાખની મત્તા ચોરી નાસી છૂટયો હતો. બનાવના પગલે કારેલીબાગ પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. અત્રે નોંધનીય છે કે ઘર માલિકે પીવા માટે પાણી માગનાર અજાણ્યા શખ્સ વિરૂદ્ધ શંકા ઉપજાવી છે.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ પ્રકાશ નગર સોસાયટીમાં રહેતા રાજન ભાઈ પટેલએ કારેલીબાગ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંગળવારના રોજ મારા છોકરાની 13 વર્ષીય દીકરી અભ્યાસ કરતી હતી અને તેની મમ્મી અને દાદી ઉપરના માળે સુતા હતા. તે સમયે એક અજાણ્યા વ્યક્તિ તેમના ઘર પાસે આવ્યો હતો અને 13 વર્ષીય દીકરીને બોટલમાં પાણી ભરી આપવાનું જણાવ્યું હતું. જેથી દીકરીએ બોટલમાં પાણી ભરી આપ્યા બાદ પણ યુવક ઘરની સામે ઊભો રહ્યો હતો. ત્યારબાદ ઘરનો દરવાજો ખુલ્લો રાખી દીકરી ન્હાવા જતી રહી હતી. 

(5:43 pm IST)