Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

સુરતના ડિંડોલીમાં મહિલા સાથે યુવકનો ઝઘડો થતા પોલીસ ફરિયાદના ડરથી યુવકે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના ડીંડોલીમાં બુધવારે સવારે પડોશી મહિલા સાથે યુવકનો  ઝઘડો થતા પોલીસને જાણ કરી હતી. પોલીસ આવશે તો બેઇજ્જતી થશે એવા ડરથી ગભરાઇ જઇને યુવાને ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. પોલીસ આવી ત્યારે તે ઘરમાં ફાંસો ખાધેલી હાલમાં મળી આવ્યો હતો.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં ચાત્રુભુમી સ્કુલ પાસે રહેતા ૪૦ વર્ષીય મુકેશભાઇ પાટીલ (નામ બદલ્યુ છે )એ બુધવારે સવારે ઘરમાં દરવાજો અંદરથી બંધ કરી છતના પંખા સાથે  સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.પોલીસ સુત્રોએ કહ્યુ કે પ્રવિણભાઇ મુળ મહારાષ્ટ્રના ધુલીયાના વતની હતા.તેનો પડોશી મહિલા સાથે ઝઘડો થયો હતો.જેથી કોઇએ પોલીસ કંન્ટ્રોલ રૃમમાં ફોન કરીને જાણ કરી હતી.જેથીપ્રવિણને એવુ લાગ્યુ કે પોલીસ આવીને  પકડી જશે  અને મારી બેઇજ્જતી થશે એવા ડરથી ગભરાઇ ગયો હતો.અને ઘરમાં જઇને આ પગલુ ભર્યુ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ. પોલીસે ત્યાં પહોચીને તેના ઘરમાં ગયા હતા.અને દરવાજો બંધ હોવાથી ખોલ્યો હતો.ત્યારે તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચોંકી ગયા હતા.તેને સંતાનમાં એક પુત્રી સાડી પર સ્ટોનના કામ સાથે સંકળાયેલી છે.અને એક પુત્ર અભ્યાસ કરે છે. તે સંચાખાતામાં કામ કરતા હતા.તેની પત્ની નવી સિવિલમાં આયા તરીકે કામ કરે છે.આ અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:48 pm IST)