Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

આંકલાવ: ઉમેટા રોડ નજીક સાંજના સુમારે ટેન્કરમાંથી ડ્રાઈવરની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો: અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી

આંકલાવ:આંકલાવ-ઉમેટા રોડ ઉપર આવેલા હઠિપુરા પાસેના ફાર્મહાઉસ નજીકથી ગઈકાલે સાંજના સુમારે ટેન્કરમાંથી ડ્રાયવરની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આંકલાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજના સુમારે હઠિપુરા પાસે પાર્ક કરેલી ટેન્કરમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં સ્થાનિકોએ આંકલાવ પોલીસને તેની જાણ કરી હતી. જેથી પોલીસની ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ કરતાં અંદર ડી કમ્પોઝ થઈ ગયેલી એક યુવાનની લાશ મળી આવી હતી. જેને કબજે લઈને તુરંત જ પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી.

(5:52 pm IST)