Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાજ્યમાં કોરોનાનો કહેર : નવા 1310 પોઝિટિવ કેસ:વધુ 15 લોકોના મોત : કુલ કેસનો આંક 1,40,055 થયો : વધુ 1250 દર્દીઓ ડિસ્ચાર્જ થતા કુલ 1,19,815 લોકોએ કોરોનાને હરાવ્યો

સૌથી વધુ સુરતમાં 278 કેસ, અમદાવાદમાં 198 કેસ, રાજકોટમાં 151 કેસ, વડોદરામાં 127 કેસ, જામનગરમાં 86 , ગાંધીનગરમાં 35 કેસ,ભરૂચમાં 32 કેસ, કચ્છ અને જૂનાગઢમાં 31-31 કેસ , અમરેલીમાં 28 કેસ, પાટણમાં 27 કેસ,, બનાસકાંઠામાં 26 કેસ નોંધાયા : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આજે  નવા 1310 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,40,055 થઇ છે  આજે વધુ  1250 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,19,815 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3478 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 1310 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3478 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16762 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 84 દર્દીઓ છે જ્યારે 16678 દર્દીની હાલ સ્ટેબલ છે.  85,55  થયો છે રાજ્યમા, અત્યાર સુધીમાં 45,31,498 ટેસ્ટ કરાયા છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3,  સુરત કોર્પોરેશનમાં 2,રાજકોટ કોર્પોરેશનમાં 2,વડોદરા કોર્પોરેશનમાં 2,બનાસકાંઠામાં 1,ભાવનગર કોર્પોરેશનમાં 1,ગાંધીનગરમાં 1,જામનગરમાં 1,રાજકોટમાં 1,સુરેન્દ્રનગરમાં 1 મળીને કુલ 15  લોકોના મોત થયા હતા.

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના 1310 પોઝિટિવ કેસમાં સૌથી વધુ સુરતમાં 278 કેસ, અમદાવાદમાં 198 કેસ,રાજકોટમાં 151 કેસ,વડોદરામાં 127 કેસ,જામનગરમાં 86 ,ગાંધીનગરમાં 35 કેસ,ભરૂચમાં 32 કેસ,કચ્છ અને જૂનાગઢમાં 31-31 કેસ ,અમરેલીમાં 28 કેસ, પાટણમાં 27 કેસ,,બનાસકાંઠામાં 26 કેસ,  નોંધાયા છે

(8:02 pm IST)