Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

વલસાડ સીટી પોલીસ સ્ટેશને ગાંધી જયંતિની ઉજવણી

સીટી પોલીસ મથકે મીઠાઈ વહેંચી ગાંધીજીની વાતો અને તેના કાર્યોને વાગોળ્યા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના સીટી પોલીસ દ્વારા આજરોજ ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પીઆઇ એચ. જે. ભટ્ટ તેમજ તેમના સ્ટાફે ગાંધીજી ના ફોટા અને ફુલ હાર કરી તેમની વાતો વાગોળી હતી.

 

 વલસાડ સીટી પોલીસે 2 ઓક્ટોબર નિમિત્તે ગાંધીજીના જન્મ દિવસ નિમિત્તે સીટી પોલીસ મથકે મીઠાઈ વહેંચી ગાંધીજીની વાતો અને તેના કાર્યોને વાગોળ્યા હતા. કાર્યક્રમમાં વલસાડ રૂરલ તેમજ શી ટીમના મહિલા પીએસઆઇ એન. ટી. પુરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનમાં કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાયે મહત્વની ભૂમિકા ભજવી હતી.

(9:27 pm IST)
  • તમે માલિક નહીં પણ પ્રજાના સેવક છો : હિંદુઓ રાત્રે સ્ત્રીનો અગ્નિ સંસ્કાર નથી કરતા : પરિવારજનોને પીડિતાના અંતિમ દર્શન પણ ન કરવા દીધા : ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર સામે કેજરીવાલના વાક્બાણ access_time 7:29 pm IST

  • હાથરસ કાંડ : ભાજપના વરિષ્ઠ નેતા ઉમાભારતીની યોગી આદિત્યનાથને અપીલ : નેતાઓ અને મીડિયાને પીડિતાના ઘેર જવા દયો : તમારી અને બીજેપીની છબી ખરાબ થઇ છે : હું કોરોના સંક્રમિત હોવાથી લાચાર છું : સાજી થયા પછી સૌપહેલાં પીડિતાના ઘેર જઈશ : આપણે હજુ થોડા દિવસ પહેલા જ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરી રામરાજ્ય લાવવાની વાતો કરી : બીજીબાજુ દલિત યુવતી ઉપર ગેંગ રેપ પછી પોલીસની કાર્યવાહી શંકાજનક : કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ પણ યુ.પી.પોલીસની શંકાશીલ કાર્યવાહી વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા access_time 8:11 pm IST

  • એમેઝોનના ૨૦ હજાર કર્મચારીઓને કોરોના વળગ્યો :એમેઝોનના ૨૦ હજાર કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યાનું એમેઝોને જાહેર કર્યુ છે access_time 11:24 am IST