Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાજપીપળા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં અઢી વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં નાસતા ફરતા (લાલ સહી વાળા) આરોપી ઓને પકડી પાડી અસર કારક અને પરીણામલક્ષી કામગીરી કરવાની સુચના મળતા રાજપીપળા પોલીસ સ્ટેશનના પ્રોહી. એક્ટ મુજબના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપી અરવિંદભાઇ રમેશભાઇ શનાભાઇ ડુંગરાભીલ (રહે નાની ઝરી તા.નસવાડી. જી. છોટાઉદેપુર ,હાલ રહે રેંગણી (ફતેપુરા)ની માહીતી પેરોલ ફર્લો શાખાને મળતા પેરોલ ફર્લો શાખાના પો.સ.ઈ. ડી.એ.ક્રિશ્ચન તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ સાથે મળી આરોપીના નિવાસસ્થાને વોચ રાખી તપાસ કરી મળી આવતા ઝડપી પાડી ગુનાના કામે રાજપીપળા પો.સ્ટે.ને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(10:30 pm IST)