Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કેવડિયા સ્થિત નર્મદા ડેમના તળાવ નં.3 ખાતે સી પ્લેન માટેના જેટીની કામગીરી પુરજોશમાં શરૂ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આવનારી 31 ઓક્ટોમ્બર સરદાર પટેલ જન્મ જયંતિના દિવસે ગુજરાતમાં પ્રથમ સી પ્લેન શરૂઆત અમદાવાદના કાંકરિયાથી કેવડિયાના નર્મદા ડેમના તળાવ નં.3 ખાતે થનાર હોય જેનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કરનાર છે. તેના ભાગરૂપે હાલ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્થિત નર્મદા ડેમ ના તળાવ નં.3 ખાતે જેટી માટેની કામગીરી યુદ્ધ ના ધોરણે ચાલી રહી છે અને આવનારી 31 ઓક્ટોમ્બર પહેલા આ કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ કરાશે તેમ જાણવા મળ્યું છે.

(10:33 pm IST)